Charotar Sandesh
સ્પોર્ટ્સ

સોશિયલ મીડિયા પર શિખર ધવને પુજારાની મજાત કરી ટ્રોલ કર્યો…

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓપનર શિખર ધવને સોશિયલ મીડિયા પર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ચેતેશ્વર પુજારાની મજાત કરી ટ્રોલ કર્યો છે. હાલ સમગ્ર દુનિયામાં કોરોનાનું સંકટ ફેલાયેલુ છે. તમામ લોકો પોતપોતાના ઘરોમાં બંધ છે ત્યારે જૂની તસવીરો શેર કરી રહ્યા છે ચેતેશ્વર પુજારાએ પણ જૂની તસવીર શેર કરતા કહ્યું છે કે લોકડાઉનમાં મને સૌથી વધારે જે વસ્તુની કમી મહેસુસ થાય છે તે છે મારૂ ક્રિકેટ મેદાન.

ધવને આ પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યુ કે ખરેખર? અમને તો ખબર જ નહતી કે તુ ક્રિકેટને મિસ કરતો હશે. વાહ ! કોરોના વાયરસથી ખરાબ હાલત તો જોઈ છે જો કોરોના ન આવ્યો હોત તો અત્યારે તમામ ખેલાડીઓ IPL રમતા હોત. જો કે પુજારા IPL રમતો નથી, પણ તે ક્રિકેટના બીજા ફોર્મેટમાં તેનો હાથ અજમાવી રહ્યો છે. ચેતેશ્વર પુજારાએ ૭૭ ટેસ્ટમાં ૪૮.૬૭ની સરેરાશથી ૫૮૪૦ રન બનાવ્યા છે. તેના ખાતામાં ૨૫ અર્ધ સદી, ૧૮ સદી અને ૩ બેવડી સદી છે. પુજારાનો ટેસ્ટ ક્રિકેટમાં ટોપ સ્કોર ૨૦૬ રન છે.

શિખર ધવનની વાત કરીએ તો હાલમાં ઈજા થતા અને વાપસી પછી ભારત માટે વનડેની ટીમમાં પસંદ થયો હતો. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ કોરોનાને કારણે થનારી સીરિઝ રદ્દ થઈ છે. કોરોનાના કારણે તમામ રમતો ટૂર્નામેન્ટ રદ્દ કરવામાં આવી છે. ધવને ૧૯ જાન્યુઆરી ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બેગલુરૂમાં વનડે મેચ રમ્યો હતો, જેમાં ઈજા થતાં ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર થયો હતો. ધવનની ખોટ ભારત માટે ખુબ રહી કેમકે આ વનડે સીરીઝમાં ૦-૩થી ભારતને હાર મળી હતી.

Related posts

ધોનીની જર્સી ભેટ વાળી તસવીરોથી આઈપીએલ માંથી નિવૃતિની અટકળો તેજ…

Charotar Sandesh

રણજી ટ્રોફી : ૧૯ વર્ષના રેક્સ સિંહએ એક કલાકમાં આઠ વિકેટ ઝડપી…

Charotar Sandesh

ભારતના યુવાઓની સામે ઓસ્ટ્રેલિયાના યંગસ્ટર હજુ પ્રાઇમરી સ્કૂલમાં છે : ચેપલ

Charotar Sandesh