Charotar Sandesh
બોલિવૂડ

‘સ્ટ્રીટ ડાન્સર ૩-ડી’માં વરુણ ધવનનો લુક યુ ટ્યૂબ સ્ટાર દાનિશથી પ્રેરિત…

મુંબઈ “: વરુણ ધવને આગામી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર ૩-ડી’ની તસવીર શૅર કરી હતી. આ તસવીર સાથે જ એક્ટરેએ વાતનો ખુલાસો કર્યો હતો કે ફિલ્મમાં તેનો લુક સ્વ. યુ ટ્યૂબ સ્ટાર દાનિશ ઝેહેનથી પ્રેરિત છે. વરુણે તેની તથા દાનિશની તસવીર શૅર કરી હતી. વધુમાં વરુણે કહ્યું હતું કે ફિલ્મના ડિરેક્ટર રેમોની ઈચ્છા હતી કે તેનો લુક દાનિશને મળતો આવે.

વરુણે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘સ્ટ્રીટ ડાન્સર’ના સહેજનો લુક હેન્ડસમ દાનિશ સાથે મળતો આવે છે. દાનિશ તો હવે આ દુનિયામાં નથી અને તે કોઈ સારી જગ્યા પર જ હશે પરંતુ તેને ચાહનારા અનેક છે. તેથી જ તેણે નક્કી કર્યું કે ચાહકોને ખ્યાલ હોવો જોઈએ કે દાનિશે અમને પ્રેરણા આપી છે.

સેલિબ્રિટી મેક-અપ આર્ટિસ્ટ શાન અને દાનિશ ક્લોઝ ફ્રેન્ડ હતાં. શાને વરુણની પોસ્ટ પર કમેન્ટ કરતાં કહ્યું હતું, દાનિશ મારો ક્લોઝ ફ્રેન્ડ હતો અને તે હંમેશાં કહેતો તે બોલિવૂડમાં તમારી સાથે કામ કરવા ઈચ્છે છે. દાનિશ આઈકન છે. ભારતનો પહેલો સોશિયલ મીડિયા સ્ટાર હતો. તે હંમેશાં કહેતો કે લિજેન્ડ ક્યારેય મરતા નથી અને તે સાચો હતો. આ શ્રદ્ધાંજલિ તેની મહેનત તથા પેશનને છે. દાનિશ, અમે તને બહુ જ યાદ કરીએ છીએ.

Related posts

‘એનિમલ’ મૂવીમાં રણબીરની સાથે પરિણિતી, બોબી દેઓલ અને અનિલ કપૂર પણ જોવા મળશે…

Charotar Sandesh

હવે લોકડાઉનનો ભયાનક નજારો જોવા મળશે ફિલ્મ ‘ઈન્ડીયા લોકડાઉન’ માં, જુઓ વિગત

Charotar Sandesh

નેહા કક્કડ અને રોહનપ્રિતની થઇ સગાઇ, બહાર આવ્યો ફંક્શનનો વીડીયો…

Charotar Sandesh