મુંબઇ : હાલ કોરોના મહામારીને વચ્ચે બીસીસીઆઈએ આઈપીએલ ેંછઈમાં રમાડવાની તૈયારીઓ કરી લીધી છે. હાલ આઈપીએલની તમામ ટીમો મેચ માટેની તૈયારીઓમાં લાગી ગઈ છે. પણ આ વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે, ઓફ સ્પિનર હરભજન સિંહ કે જે ચેન્નાઈ સુપર કિંગ્સનો ખેલાડી છે, તે પોતાની ટીમ સાથે યુએઈનો પ્રવાસ નહીં કરે. શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ યુએઈ જવા માટે રવાના થવાની છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, હરભજન સિંહે ફ્રેન્ચાઈઝીને કહ્યું છે કે તેની માતા બિમાર હોવાને કારણે તે ટીમ સાથે ટ્રાવેલ કરી શકશે નહીં. અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે, બે અઠવાડિયા બાદ હરભજન સિંહ ટીમને જોઈન કરશે. ૧૦ સપ્ટેમ્બરથી ેંછઈમાં આઈપીએલની શરૂઆત થવાની છે.
ઉલ્લેખનીય છે કે, ૪૦ વર્ષીય સ્પિનર હરભજન સિંહ હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ૫ દિવસીય ટ્રેનિંગ કેમ્પમાં પણ સામેલ થયો ન હતો. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ ટીમ સાથે જોડાયા બાદ જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. અને સાથે જ સુરેશ રૈનાએ પણ ધોનીની સાથે સંન્યાસની ઘોષણા કરી હતી.