Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

‘હાઉસફુલ-૪’માં અક્ષયકુમાર ૧૬મી સદીનો મહારાજ બન્યા

તાજેતરમાં અક્ષયકુમારની ફિલ્મ ‘કેસરી’ રિલીઝ થઈ હતી. ત્યાર બાદ તે સૂર્યવંશીના શૂટિંગમાં વ્યસ્ત બન્યો છે. સાથે સાથે ‘હાઉસફૂલ-૪’ની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. એક સાથે તેના હાથમાં ઘણી બધી સારી ફિલ્મો છે. હાઉસફૂલ-૪ સાથે અક્ષય પોતાના ફેન્સને હસાવવાની જબરદસ્ત તૈયારીઓ કરી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અક્ષયકુમાર ૧૬મી સદીના મહારાજના પાત્રમાં જાવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના બે પ્લોટ હશે. જેમાં એક નવા જમાનાનું અને બીજું ફ્લેશબેકમાં બતાવાશે.
અક્ષય મહારાજના પાત્રમાં તો રિતેશ દેશમુખ અને બોબી દેઓલ તેના દરબારીના રોલમાં જાવા મળશે. કૃતિ સેનન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડે ત્રણેય આ ફિલ્મમાં રાજકુમારીના રોલમાં જાવા મળશે. થોડા દિવસ પહેલા આ ફિલ્મના સેટ પરથી એક ફોટો પણ વાઈરલ થયો હતો. જેમાં અક્ષયકુમાર રાજાના ગેટઅપમાં જાવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે.

Related posts

સંઘર્ષ વિના કોઈને કંઈ પ્રાપ્ત થતું નથી : અભિનેતા અભિષેક બચ્ચન

Charotar Sandesh

JEE મેઈન રિઝલ્ટ : કાવ્યા ચોપરાએ ૩૦૦માંથી ૩૦૦ ગુણ મેળવીને સર્જ્યો ઈતિહાસ…

Charotar Sandesh

બીજા તબક્કામાં PM મોદી સહિત મુખ્યમંત્રીઓ કોરોના વેક્સિન લેશે…

Charotar Sandesh