Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

૧૯૮૪ના રમખાણના દર્દનો અનુભવ છે, ભાજપે મારા ૩ શબ્દોને ખોટી રીતે રજૂ કર્યાઃ પિત્રોડા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સલહાકાર સામ પિત્રોડા ૧૯૮૪ના રમખાણ પર આપેલાં નિવેદનને લઈને શુક્રવારે સ્પષ્ટતા કરી છે. પિત્રોડાએ ટ્‌વટ કર્યુ કે તે સમયે શીખ ભાઈઓ અને બહેનોને થયેલી તકલીફનો અનુભવ કરુ છું. ભાજપે મારા ઇન્ટરવ્યૂના ત્રણ શબ્દોને જૂદી રીતે જ રજૂ કર્યા છે. તેઓ આપણા વચ્ચે ફુટ પડાવી પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માગે છે.
પિત્રોડાએ એમ પણ  કે રાજીવ અને રાહુલ ગાંધી ક્્યારેય પણ કોઈ સંપ્રદાયને નિશાન ન બનાવી શકે. ભાજપ જૂઠાણાંનો સહારો લઈ કોંગ્રેસના નેતાઓને નિશાન બનાવી રહ્યાં છે કેમકે તેઓ ૫ વર્ષના પોતાના પ્રદર્શન પર વાત ન કરી શકે. ભારતમાં અનેક નોકરીઓ, વિકાસ અને સમૃદ્ધતા લાવવા માટે તેમની પાસે કોઈ જ દ્રષ્ટી નથી.
પિત્રોડાએ ગુરુવારે  હતું કે હવે ૮૪નું શું? તમે પાંચ વર્ષમાં શું કર્યુ તેની વાત કરો. ૮૪માં જે થયું તે થયું. મોદીએ ગુરૂવારે દિલ્હીમાં રેલી કરી  હતું કે કોંગ્રેસ આજકાલ અચાનક ન્યાયની વાત કરવા લાગી છે. કોંગ્રેસને જણાવવું જાઈએ કે ૧૯૮૪ના રમખાણોનો હિસાબ કોણ આપશે?

Related posts

યુપીના આ ૯ રેલ્વે સ્ટેશનને બોમ્બ વડે ઉડાવવાની ધમકી

Charotar Sandesh

ઉ.પ્રદેશના ગોંડામાં પૂજારી પર જીવલેણ હુમલોઃ બે ગોળી વાગતા હાલત ગંભીર…

Charotar Sandesh

મોદી સરકારે ડિસેમ્બર સુધી ૧.૧૫ લાખ કરોડની લોન માંડવાળ કરી…

Charotar Sandesh