ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા ૪૦ લાખને પાર કરી ગઈ છે. AIIMS પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાનું આ મહામારી પર કહેવું છે કે, ભારતમાં કોરોના વાયરસનો કહેર ૨૦૨૧માં પણ જોવા મળશે. દિલ્હી સહિત દેશના કેટલાક ભાગમાં કોરોનાની બીજી લહેર આવવાની વાત પણ કહી.
ડો. રણદીપ ગુલેરિયા કેન્દ્ર સરકારની કોવિડ-૧૯ ટાસ્ટ ફોર્સના મહત્તવના સભ્ય પણ છે. એક અંગ્રેજી ન્યૂઝ ચેલને આપેલ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, “અમે એ નહ કહી શકીએ કે મહામારી ૨૦૨૧ સુધી નહીં આવે, પરંતુ એ જરૂરી કહી શકીએ કે ઝડપથી વધવાને બદેલ કર્વ ફ્લેટ થઈ ગયું છે. આગામી વર્ષની શરૂઆતમાં અમે એ કહેવાની સ્થિતિમાં હોવા જોઈએ કે આ મહામારી ખત્મ થઈ રહી છે.”
ડો. ગુલેરિયાએ એ પણ કહ્યું કે, કોરોના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક ભાગમાં કોરોનાની બીજી લહેર જેવું કંઈક દેખાઈ રહ્યું છે. કોરોના કેસમાં ઉછાળાના બે મહત્ત્વના કારણ છે. એક કોરોના ટેસ્ટિંગ વધ્યા છે અને બીજું ઘણાં લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા.
ડો. રણદીપ ગુલેરિયાએ આ વર્ષના અંત સુધીમાં રસી આવાવની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, “ભારતમાં ત્રણ સ્વદેશી સહિત અનેક રસી પર કામ ચાલી રહ્યું છે. પરંતુ કોઈપણ રસી માટે સુરક્ષિત હોવાનું સૌથી મહત્ત્વનું છે. રસી બનાવવામાં હજુ કેટલાક મહિના લાગશે. પરંતુ બધું બરાબર રહ્યું તો આ વર્ષના અંત સુધીમાં રસી તૈયાર થઈ જશે.