Charotar Sandesh
બોલિવૂડ

‘અંગ્રેજી મીડિયમ’ ફિલ્મનો લુક વાયરલ, ફિલ્મ ૨૦ માર્ચે રિલીઝ થશે…

મુંબઈ : કરીના કપૂર અને ઈરફાન ખાન સ્ટારર ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નો લુક વાઇરલ થયો છે. કરીના કપૂરના ફેન ક્લબ દ્વારા આ ફોટો શેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મથી બંને પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ‘હિન્દી મીડિયમ’ ફિલ્મની સફળતા બાદ મેકર્સે ‘અંગ્રેજી મીડિયમ’ બનાવી છે. આ ફિલ્મમાં પણ ઈરફાન ખાન લીડ રોલમાં છે. તેની સાથે કરીના કપૂર, રાધિકા મદાન અને પંકજ ત્રિપાઠી સામેલ છે. ફિલ્મના ડિરેક્ટર હોમી અડાજણીયા છે અને પ્રોડ્યૂસર દિનેશ વિજન છે. આ ફિલ્મ ૨૦ માર્ચના રિલીઝ થશે.

આ ફિલ્મમાં પહેલીવાર કરીના કપૂર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. રાધિકા મદાન ઈરફાનની દીકરીના રોલમાં છે જ્યારે પંકજ ત્રિપાઠી વાહન ડીલરના રોલમાં હશે અને તે ઈરફાન અને તેની ઓન સ્ક્રીન દીકરી રાધિકા મદાનને યુકેમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. ફિલ્મમાં ઈરફાન રાજસ્થાનમાં આવેલ એક મીઠાઈની દુકાનનો માલિક છે.

Related posts

મણીરત્નમ્ની ફિલ્મમાં ઐશ્વર્યા નેગેટીવ રોલ કરશે

Charotar Sandesh

કોરોના કાળમુખા સમયમાં નેહા કક્કડને ફેક ફોરવર્ડ મેસેજની સૌથી વધારે ચિંતા…

Charotar Sandesh

ઈંસ્ટાગ્રામ પર દીપિકા પાદુકોણને પાછળ છોડી ૨ નંબર પર પહોંચી શ્રદ્ધા કપૂર…

Charotar Sandesh