મુંબઈ : લૉકડાઉનના કારણે ભારતની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું છે. બોલિવૂડ જગતને પણ કોરોનાથી ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. લૉકડાઉનના કારણે ન તો નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને ન તો ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું. કેટલાક ફિલ્મ મેકર્સે જ્યાં ફિલ્મોની રિલીઝ તારીખ લંબાવી દીધી છે તો કેટલાક લોકો હવે ફિલ્મોને સિનેમાઘરોને બદલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની ના પાડી ચૂક્યા છે. ગુલાબો-સિતાબો અને શકુન્તલા દેવી બાદ હવે બોલિવૂડના ખેલાડી એટલે કે અક્ષય કુમાર અને એક્ટ્રેસ કિયારા અડવાણીની ફિલ્મ લક્ષ્મી બોમ્બ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.
અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ૨૨ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જો બધું ઠીક રહ્યું તો ફિલ્મ પોતાનો કમાલ બતાવતી હોત, પરંતુ લૉકડાઉનના કારણે ફિલ્મ રિલીઝ નથી થઈ શકી. પિન્કવિલાના એક અહેવાલ મુજબ, આ ફિલ્મનું પ્રીમિયર હૉટસ્ટાર પર કરવામાં આવશે. શરૂઆતમાં થોડી અસહમતિ હતી, પરંતુ હવે બધા સહમત છે, ફિલ્મ હવે ખરેખર ઓનલાઇન રિલીઝ થશે. લોકોના મનમાં એ સવાલ હતો કે જો આ ફિલ્મર્ ં્્ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે તો કોઈ એનાઉસમેન્ટ કેમ કરવામાં નથી આવી.
તેના વિશે અહેવાલમાં કહેવામાં આવ્યું છે ફિલ્મમાં થોડું કામ હજુ બાકી છે. આ કામને પૂરું કરવામાં લગભગ એક મહિનાનો સમય લાગી શકે છે. તેથી મેકર્સ લૉકડાઉન ખતમ થવાની રાહ જોઈ રહ્યા છે, જેથી વહેલી તકે ફિલ્મનું બાકી કામ પૂરું થઈ શકે અને ત્યારબાદ જ ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરવામાં આવે. મીડિયા રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ વેચવામાં આવ્યા છે. સામાન્ય રીતે એક મોટી ફિલ્મના ડિજિટલ રાઇટ્સ મહત્તમ ૬૦-૭૦ કરોડના રેકોર્ડ કિંમતે વેચવામાં આવે છે. પરંતુ આ ફિલ્મ રિલીઝ નહીં થાય અને સીધી ડિજિટલ પર જોવા મળશે તેથી તેઓએ તેના માટે એક મોટી કિંમત એટલે કે ૧૨૫ કરોડ રૂપિયા મેળવ્યા છે. નોંધનીય છે કે, આ ફિલ્મ સલમાન ખાનની રાધે સાથે ટકરાવવાની હતી.