મુંબઈ : બોલીવુડના ખેલાડી અક્ષય કુમારએ પોતાની આગામી ફિલ્મ ’બેલ બોટમ’ની શૂટિંગ પુરી કરી લીધી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું શૂટિંગ લોકડાઉનમાં શરૂ થયું અને લોકડાઉનમાં સમાપ્ત થયું. આમ એટલા માટે થઇ શક્યું કારણ કે અક્ષય અનુશાસન અને ઝડપથી કામ કરવામાં વિશ્વાસ ધરાવે છે. એક એ પણ તથ્ય છે કે તે બોલીવુડના બાકી અભિનેતાઓની તુલનામાં ફિલ્મનું શૂટિંગ ઝડપી પુરૂ કરે ચે. તેમની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે. હવે લોકડાઉનમાં તેમણે નવો રેકોર્ડ બનાવ્યો છે. તાજા સમાચાર અનુસાર અક્ષય પહેલાં એવા એક્ટર બની ગયા છે, જેમણે લોકડાઉનમાં પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું અને તેને ખતમ પણ કર્યું.
અક્ષય કુમાર ગત ૧૮ વર્ષોથી દરરોજ ૮ કલાક કામ કરતા આવ્યા છે. પહેલીવાર લોકડાઉનમાં તેમણે આટલો સમય કામથી દૂર રહેવું પડ્યું હતું. પરંતુ જ્યારે તેમણે કામ શરૂ કર્યું તેની ભરપાઇ જલદી કરી લીધી. તેમણે ડબલ શિફ્ટમાં કામ કર્યું. મેક્ર્સે ફિલ્મનું શૂટિંગ પુરૂ કરવાની જાહેરાત કરી અને ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કર્યું. ફિલ્મની ટીમ લંડન ગઇ અને ૩૦ સ્પટેમ્બરના રોજ શૂટિંગ પુરૂ કરી લીધું. મહામારીમાં ફિલ્મનું શૂટિંગ પુરૂ થતાં અક્ષયે કહ્યુંક એ આ એક ટીમવર્ક છે અને હું ટીમના દરેક સભ્યનો આભારી છું, સ્પોટદાદાથી લઇને લાઇટ દદા, ટેક્નિશિયન, એકઅપ દાદ, અને મારી હીરોઇન વાણી, લારા, હુમા અને મારા નિર્દેશક રંજીત તથા વાસુજીનો આભાર વ્યક્ત કરું છું.
સાથે જ પ્રોડક્શન ટીમનો પણ, જેમણે અમારી યોજના પર વિશ્વાસ મુક્યો. આજની નવી સ્થિતિમાં અમને અલગ રીતથી વિચારવાની તાકાત આપી છે, જેની અમારામાંથી કોઇને કલ્પના પણ ન હતી. અક્ષય કુમારની ’બેલ બોટમ’ ૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ સિનેમાઘરમાં રિલિઝ થશે. ફિલ્મના નવા પોસ્ટરમાં અક્ષય ખૂબ મસ્ત લાગી રહ્યા છે. તમને જણાવી દઇએ કે મહારીના લીધે ટોમ ક્રૂઝની ફિલમ ’મિશન ઇમ્પોસિબલ ૭’ અને ’જુરાસિક વર્લ્ડઃ ડૉમિનિયન’ જેવી ફિલ્મોનું શૂટિંગ પણ હજુ પુરૂ થઇ શક્યું નથી.