અજીત પવારે કાકા શરદ પવાર સાથે વિશ્વાસઘાત કર્યો…
મુંબઇ : રાજકારણમાં ક્યારેય પણ કંઈ પણ થઈ શકે છે તે કહેવત આજે ફરી એક વાર સત્ય સાબિત થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં રાતોરાત રાજકારણમાં તખ્તાપલટ થઈ ગયું છે. ભાજપે એનસીપી સાથે હાથ મિલાવીને સરકાર બનાવી દીધી છે. બીજી તરફ સરકાર બનાવવાની પૂર્ણ તૈયારીઓ કરી ચૂકેલી શિવસેના અને કોંગ્રેસ આ ઘટનાને પોતાની સાથે કરેલો વિશ્વાસઘાત ગણાવે છે. તેમણે કહ્યું કે અજીત પવારે અમારી પીઠમાં ખંજર ભોંક્યું છે.
સંજય રાવતે કહ્યું કે, અજીત પવારે, શરદ પવાર અને મહારાષ્ટ્રની સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે જેલ જવાથી બચવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યો છે. ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ‘પાપના સોદાગર’ ગણાવતું એક ટ્વીટ કરીને તેમના પર હુમલો કર્યો છે.
ભાજપ સરકારે લોકોને આમંત્રિત કરીને શપથ ગ્રહણ વિધી કેમ ન કરી. તે લોકોએ પાપ કર્યું છે, ચોરી કરી છે, મહારાષ્ટ્રની જનતાને દગો આપ્યો છે. તેમણે આની કિંમત ચુકવવી પડશે.