Charotar Sandesh
ગુજરાત

અનલોક-2 : ગુજરાતમાં વેપાર-ધંધાનો સમય વધશે : કફર્યુ રાત્રે 10થી સવારે 5નો રહેશે…

સાંજ સુધીમાં ગાઈડલાઈન જાહેર કરી દેશે… : કફર્યુ કેન્દ્રના ધોરણે રાત્રે 10થી સવારે 5નો રહેશે : બસ-ખાનગી વાહનોમાં પણ અમુક છુટછાટ શકય…

અમદાવાદ : દેશમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે કરફયુમાં એક કલાકની વધારાની છૂટ્ટ આપવા સિવાય અનલોક-2માં કોઈ મોટી છુટછાટો આપી નથી ત્યારે ગુજરાત સરકાર રાજય માટે લાગુ થનારી અનલોક-2ની માર્ગદર્શિકા આજે ગમે ત્યારે જાહેર કરી દેશે. વેપારધંધાના સમયમાં એકાદ કલાકનો વદારો કરી દેવામાં આવે તેવા સંકેત છે.

દેશવ્યાપી કોરોના લોકડાઉન પછી હવે અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે. અનલોક-1ના નિયમોનો આજે છેલ્લો દિવસ છે તે પુર્વે કેન્દ્ર સરકારે ગઈરાત્રે 31 જુલાઈ સુધી લાગુ થનારી અનલોક-2 ગાઈડલાઈન જાહેર કરી હતી. સ્કુલ-કોલેજ, થિયેટર, જીમ વગેરે હજુ બંધ જ રાખવાનું જાહેરં કર્યુ છે. દેશમાં વધતા કોરોના કેસથી સાવધાનીપૂર્વક આગળ વધવાનો સરકારનો વ્યુહ જણાયો છે.

ત્યારે ગુજરાત સરકાર પણ વેપારધંધામાં સમક્ષ વધારી દેવા સિવાય કોઈ મોટી છૂટછાટો જાહેર કરે તેવી શકયતા ધુંધળી છે. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કહ્યું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનો અભ્યાસ કર્યા બાદ ગુજરાત માટેની ગાઈડલાઈન તૈયાર થશે. આજે જ તેની જાહેરાત કરી દેવાશે તેના આધારે આવતીકાલથી અનલોક-2ના નિયમો લાગુ થશે.

રાજય સરકારના માહિતગાર સૂત્રોએ એવો નિર્દેશ કર્યો છે કે ગુજરાત સરકારે અત્યાર સુધી કેન્દ્રની જ ગાઈડલાઈનનું અનુસરણ કર્યુ છે. કેન્દ્ર સરકારે કરફયુમાં છૂટછાટ આપી છે. રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી કરફયુનો સમય રાખ્યો છે. ગુજરાત સરકાર પણ તેને અનુસરશે. કરફયુમાં ઢીલથી વેપાર-ધંધા વધુ સમય માટે ખોલવા દેવા માટેનો માર્ગ પણ ખુલ્લી ગયો છે.

અત્યારે સાંજે સાત વાગ્યા સુધી વેપારધંધાની છુટ્ટ છે. વેપારીઓ 9 વાગ્યા સુધીની છૂટ્ટ માંગી રહ્યા છે. સરકાર કદાચ આઠ વાગ્યા સુધીની છુટ્ટ આપી શકે છે. આ સિવાય કારમાં ‘વન પ્લસ ટુ’ના નિયમમાં પણ છુટછાટ આપવામાં આવે તેવી શકયતા છે. સ્કુલ-કોલેજ-જીમ-થિયેટર વગેરે ખોલવા પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે એટલે ગુજરાતમાં પણ તે ખુલ્લા મુકાવાની શકયતા રહેતી નથી. કેન્દ્ર સરકારે ગઈકાલે જ ગાઈડલાઈન જારી કરી દીધી હોવાથી ગુજરાત આજે સાંજ સુધીમાં માર્ગદર્શિકા જારી કરી શકે છે.

Related posts

રાજ્યમાં કોરોનાથી વધુ એક મોત : કુલ મૃત્યુઆંક ૬, પોઝિટિવ કેસ ૬૯…

Charotar Sandesh

કેમિકલકાંડ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી : મોતના આંકડાની વિગત જણાવી

Charotar Sandesh

બેલેટ પેપરથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી : પીઆઈએલ પર ૧૦ ફેબ્રુઆરીએ સુનાવણી…

Charotar Sandesh