Charotar Sandesh
બોલિવૂડ

અભિનેતા કિરણ કુમાર કોરોના સંક્રમિત થયા ૧૦ દિવસથી થયા ક્વૉરન્ટીન…

મુંબઈ : દેશમાં કોરોના વાયરસ નો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. એક પછી એક અનેક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. લૉકડાઉન લાગુ હોવા છતાંય આ જીવલેણ વાયરસના વધતા કેસ તમામને ચિંતામાં મૂકી દીધા છે. હાલમાં બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા કિરણ કુમાર પણ કોરાનાની ઝપેટમાં આવી ગયા છે. તેઓએ જાતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે કિરણ કુમારને કોરોનાના કોઈ લક્ષણ નથી પરંતુ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં પરિવાર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો છે. કિરણ કુમારની ઉંમર ૭૪ વર્ષ છે તેથી તેમનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. મળતી માહિતી મુજબ, ૧૪ મેના રોજ કિરણ કુમાર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ તેઓએ પોતાને ઘરમાં જ ક્વૉરન્ટીન કરી દીધા. તેઓએ પોતાના પરિવારથી પણ અંતર રાખી દીધું અને એક ફ્લોર પર જ પોતાને સીમિત કરી દીધી. તેઓ ૧૦ દિવસથી ક્વૉરન્ટીન છે અને તેમનો બીજો કોવિડ-૧૯ ટેસ્ટ ૨૫ મેના રોજ થશે. એક મીડિયા રિપોર્ટ મુજબ, તેમાં તેમની સાથે વાત કરવાનો દાવો કરવામાં આવ્યો છે અને જણાવ્યું કે તેઓએ કેવી રીતે ઘરે પોતાની જાતને આઇસોલેટ કર્યા છે. આ રિપોર્ટનું માનીએ તો કિરણ કુમારે જણાવ્યું કે તેમને કોરોનાના કોઈ લક્ષણ નથી, તેમ છતાંય તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓએ જણાવ્યું કે તેમને ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઈ લક્ષણ નથી.

તેઓએ એવું પણ જણાવ્યું કે તેમના ઘરમાં બે ફ્લોર છે અને તેઓએ પોતાને બીજા ફ્લોર પર આઇસોલેટ કરી દીધા છે. નોંધનીય છે કે, કિરણ કુમાર પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક લોકો કોરોના સંક્રમિત હોવાના અહેવાલ સામે આવી ચૂક્યા છે. સૌથી પહેલા સિંગર કનિકા કપૂરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં બધા જ ચિંતામાં મૂકાઈ ગયા શતા. ત્યારબાદ નિર્માતા કરીમ મોરાની અને તેમની બે દીકરીઓ જોઆ મોરાની અને શાજિયા મોરાની સંક્રમિત થયા હતા. જોકે તેઓ તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા અને એકદમ સાજા થઈને ઘર પણ ગયા.

Related posts

‘બાઝીગર’ના શૂટિંગ સમયે કાજાલથી નારાજ હતી ઃ શિલ્પા શેટ્ટી

Charotar Sandesh

જ્યારે તકલીફ હોઉં છું ત્યારે સલમાનને ખબર પડી જ જાય છે : કેટરિના કૈફ

Charotar Sandesh

’થપ્પડ’ ફ્લોપ જતા હતાશ ડાયરેક્ટર અનુભવ સિન્હાએ લખી ગંદી ગાળો..!!

Charotar Sandesh