મુંબઈ : બોલીવુડ અભિનેતા નીલ નીતિન મુકેશે સો.મીડિયા મારફત જાણ કરી છે કે તે પોતે અને તેના પરિવારના સભ્યો કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યા છે.
અભિનેતાએ તેના ફોલોઅર્સને પરિસ્થિતિ ગંભીરતાથી લેવાની વિનંતી કરી છે. પરિવારના સભ્યો હાલ હોમ ક્વોરન્ટીન છે અને તમામ જરૃરી નિયમોને અનુસરી રહ્યા છેે અને ડોક્ટરની સલાહ અનુસાર સારવાર લઈ રહ્યા છીએ.
સાવચેતીના તમામ પગલાં લેવા છતાં અને ઘરે જ હોવા છતાં પણ પરિવારના સભ્યોને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું નીલે જણાવ્યું છે.
અગાઉ અભિનેતા સોનુ સુદ અને ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાને પણ કોવિડ-૧૯ પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. સુમીત વ્યાસને પણ કોરોના હોવાનું નિદાન થયું છે. ત્રણે જણા પણ ઘરે જ ક્વોરન્ટીન છે.