મુંબઇ : સુપરસ્ટાર રજનીકાંત મોટા પડદે પર ઘણી પ્રકારની ભુમિકા નિભાવતા જોવા મળ્યા છે. લોકો તેમના એક્શનના દિવાના છે. દરેક કામ એક અલગ અંદાજમાં કરવા માટે ફેમસ રજનીકાંતની મોટાભાગની ફિલ્મોમાં જબરદસ્ત એક્શન સીન્સ જોવા મળે છે. જોકે રિયલ લાઈફમાં તે ખૂબ અલગ છે. રજનીકાંત ખૂબ સાદુ જીવન જીવવામાં માને છે અને ખૂબ ધાર્મિક પણ છે. હાલના દિવસોમાં તે હિમાલયની યાત્રા પર નિકળી ગયા છે.
રિપોર્ટ અનુસાર રજનીકાંત એક તીર્થયાત્રા માટે હિમાલય જવા રવાના થઈ ગયા છે. તેમની આ ટ્રિપ કુલ ૧૦ દિવસની રહેશે. રજનીકાંતની આવનારી ફિલ્મ દરબાર હશે જેમાં લાંબા સમય બાદ તેમણે પોલીસ ઓફિસરની ભુમિકા નિભાવી છે. રજનીકાંત ફિલ્મની શૂટિંગ પૂરી કરી ચુક્યા છે અને ફિલ્મની શૂટિંગ પૂરી કરી લીધા બાદ તેમણે આ ટ્રિપ પર જવાનું નક્કી કર્યું છે.
રજનીકાંતની આ ટ્રિપમાં ઘણા ટેપ હશે. તે સીધા ઉત્તરાખંડમાં લેન્ડ કરશે અને ત્યાર બાદ તે કેદારનાથ, બદ્રીનાથ અને બાબા ટેમ્પલ જશે.