Charotar Sandesh
બોલિવૂડ

અભિનેત્રી સોનાક્ષી સિંહા વેબ સિરિઝમાં ડેબ્યૂ કરશે..!!

મુંબઇ : મનોરંજન દુનિયામાં હવે ડિજિટલ સ્પેસ ધૂમ પગપેસારો કરી રહ્યું છે. ઓટીટી શો હવે કલાકારો અને દર્શકોને બન્નેને આકર્ષી રહ્યા છે. બોલીવૂડના ટોચના કલાકારો ઓટીપી પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છે, હવે એ સોનાક્ષી સિંહાનો પણ ઉમેરો થયો છે.
મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, રીમા કાગદી એક વેબ સિરીઝનુ દિગ્દર્શન કરી રહી છે જેમાં સોનાક્ષી સિંહાની સાથે વિજય વર્મા અને ગુલશન દેવીશ પણ કરશે. એકટર્સોએ આ વેબ સીરીઝનું શૂટિંગ પણ શરૃ કરી દીધું છે. આ ઉપરાંત સોહમ શાહ પણ સીરિઝનો એક હિસ્સો હશે.
સોનાક્ષી છેલ્લે સલમાન ખાનની ‘દબંગ ૩’માં જોવા મળી હતી. તેમજ સૈફ અલી ખાનની ‘લાલ કપ્તાન’માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. અજયદેવગણની આગામી ફિલ્મ ‘ભુજઃ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં પણ સોનાક્ષી જોવા મળશે.

Related posts

કરીના કપૂર ખાન બીજીવાર પ્રેગનન્ટ થતા બહેન અને ચાહકોએ આપી શુભેચ્છાઓ…

Charotar Sandesh

ડ્રગ્સ કેસમાં રિયા-શોવિકની જામીન અરજી પર સુનાવણી ટળી…

Charotar Sandesh

મારી અને સલમાન વચ્ચે મિત્રતાથી વધારે કાંઇ નથી : કેટરિના કૈફ

Charotar Sandesh