મુંબઈ : મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ અભિષેક બચ્ચનનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જુનિયર બચ્ચને આ માહિતી ટિ્વટર પર આપી છે. તેણે લખ્યું કે, ‘વચન વચન હોય છે. આજે બપોરે મારો કોવિડ-૧૯ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને કહ્યું હતું કે હું આને હરાવી દઈશ. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર.
નાણાવટી હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનો ઘણો આભાર. અભિષેક બચ્ચન ૧૧ જુલાઈએ સાંજે નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયો હતો. અત્યાર સુધી તે હોસ્પિટલમાં ૨૮ દિવસ પસાર કરી ચૂક્યો છે. અમિતાભ બચ્ચન પછી હવે તેમનો દીકરો પણ કોરોના મુક્ત થઇ ગયો છે.