Charotar Sandesh
ગુજરાત

અમદાવાદના મેયર સહિત કોર્પોરેટરોએ કોબા ખાતે ટિફિન પાર્ટી માણી…!!

સામાન્ય જનતાને પ્રતિબંધ લાગે પરંતુ રાજકારણીઓને…….

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં રાતના ૯ વાગ્યાથી નાઈટ કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત બાગ-બગીચા, કાંકરિયા, રિવરફ્રન્ટ સહિતનાં જાહેર સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. પણ જે નેતાઓ પ્રજા માટે નિયમો લાવે છે તે જ નેતાઓ આ નિયમોનો ઉલાળિયો કરી રહ્યા છે. અમદાવાદના ભાજપના મેયર સહિતના કોર્પોરેટરોએ ગાંધીનગરમાં કોઈપણ નિયમોનું પાલન કર્યાં વગર પાર્ટીઓમાં લિજ્જત માણતાં જોવા મળ્યા હતા.
કોરોનાને લઈ હાલ અમદાવાદીઓ હાડમારી સહન કરી રહ્યા છે. એએમસીના તંત્રએ કોરોનાને કારણે બસો બંધ કરાવી દીધી છે. નોકરીયાત અને મજૂરી કરનાર લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નાઈટ કરફ્યૂને કારણે ખાણીપીણીની લારીઓ ચલાવતાં ગરીબ લોકો હેરાન છે. અમદાવાદના નવા મેયરો અને કોર્પોરેટરોને કોઇ નિયમો નડતા નથી.
અમદાવાદના નવનિયુક્ત મેયર કે જેઓ એક ચાલીના મકાનમાં રહે છે તે પોતે અને અમદાવાદના ૧૬૦ કોર્પોરેટર અને ધારાસભ્યએ ગાંધીનગરના કોબા વિસ્તારમાં આવેલાં એક ફાર્મ હાઉસમાં ટિફિન પાર્ટી યોજી હતી. અહીં તમામ લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સની વાત તો ભૂલી જ જાઓ. એ બધા લોકો લિજ્જતદાર ઝાયકાની મજા માણી રહ્યા હતા. અમદાવાદમાં ભવ્ય વિજયની ઉજવણી કરી રહ્યા હતા. પણ આ વખતે જેમનાં વોટથી જીતીને આવ્યા તેમના વિશે કાંઈ ચિંતા જેવું હોય તેવું તેમના ચહેરા પરથી લાગ્યું ન હતું.
બીજી બાજુ અમદાવાદમાં સિટી બસ સેવા બંધ કરાતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નોકરી કેવી રીતે જવું, ધંધે કેવી રીતે જવું તેની ચિંતા સતાવી રહી છે. રીક્ષાઓ બેફામ લૂંટ ચલાવી રહી છે. અને મજબૂરીને કારણે બેફામ પૈસા આપવા પડે છે. પણ આ વાત ચૂંટાયેલાં પ્રતિનિધિઓને ક્યાં દેખાઈ છે. એમને તો ખાલી વોટ જ દેખાતા હશે.

Related posts

આચારસંહિતા ભંગ મુદ્દે પ્રદિપસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ…

Charotar Sandesh

સાંજે ખંઢેરી સ્‍ટેડીયમમાં ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચે ટી-૨૦ શ્રેણીનો મહાસંગ્રામ…

Charotar Sandesh

ઓનલાઈન શિક્ષણ બંધ : ૨ાજય સ૨કા૨ના ઠ૨ાવ સામે ખાનગી સ્કુલ સંચાલકોનો નિર્ણય…

Charotar Sandesh