Charotar Sandesh
વર્લ્ડ

અમારા સંકટમાં ભારતે મદદ કરી હતી, હવે અમારો વારો : જો બાઈડન

USA : કોરોના વાયરસની ખૂબ જ ખતરનાક સાબિત થતી બીજી લહેરથી ઝઝૂમી રહેલા ભારત સાથે પોતીકાપણું દેખાડતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતની મદદ કરવાને લઇ પ્રતિબદ્ધતા દેખાડી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ટ્‌વીટ કરી લખ્યું કે, મહામારીના શરૂઆતના તબક્કામાં જ્યારે અમારી હોસ્પિટલો દબાણમાં હતી, ભારતે તે સમયે જે રીતે મદદ મોકલી હતી, તેવી જ રીતે જરૂરતના સમયે ભારતની મદદ કરવા માટે અમે કટિબદ્ધ છીએ.

જો બાઈડનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને આ પહેલા એક ટ્‌વીટર સંદેશમાં જણાવ્યું હતું કે તેમણે ભારતમાં કોરોનાના વધતા કેસોને લઇ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની સાથે વાત કરી છે, બંને દ્ગજીછ આવનારા દિવસોમાં એકબીજાના સંપર્કમાં રહેવા પર સંમત થયા છે. તેમણે લખ્યું, અમેરિકા આ સમયે ભારતની સાથે ઊભું છે અને અમે વધુ સંસાધનો તથા જરૂરિયાતો આપવા જઈ રહ્યા છે…

જેક સુલિવને કહ્યું કે, અમેરિકા ભારતને વેક્સીન બનાવવા માટે જરૂરી કાચો માલ સપ્લાઇ કરશે જેની જરૂરત પડશે. ફ્રંટ લાઇન વર્કર્સને બચાવવા માટે અમેરિકા તરફથી રેપિડ ડાઇગોનેસ્ટિક ટેસ્ટ કિટ, વેન્ટિલેટર, પીપીઇ કિટ પૂરા પાડવામાં આવશે.

અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસનું પણ નિવેદન આવી ગયું છે. તેમણે ટ્‌વીટ કરી કહ્યું કે, અમેરિકન સરકાર કોરોનાના પ્રકોપના સમયે ભારતને વધુ પ્રમાણમાં સપોર્ટ અને સપ્લાઇ પૂરી પાડવા માટે કામ કરી રહી છે. અમે ભારતના લોકો માટે પ્રાર્થના કરીએ છીએ, ખાસ કરીને એ બહાદુર હેલ્થ વર્કર્સ માટે.

આ બધાની વચ્ચે વોશિંગ્ટનથી સમાચાર એજન્સીની ભાષા અનુસાર, અત્યાર સુધીના સૌથી ખરાબ સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહેલા ભારતને વધારે વેક્સીન ન મોકલવાને લઇ જો બાઈડન પ્રશાસનને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ બાઈડન એડમિનિસ્ટ્રેશનને એ દેશો માટે એસ્ટ્રાજેનેકા વેક્સીન પૂરી પાડવાનો આગ્રહ કર્યો, જે હાલમાં કોરોનાના વધતા કેસોનો સામનો કરી રહ્યા છે.

આ ઉપરાંત અમેરિકાના એક ટોચના સ્વાસ્થ્ય વિશેષજ્ઞ આશીષ કે ઝાએ વોશિંગ્ટન પોસ્ટમાં લખ્યું કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર તેમની સ્વાસ્થ્ય વ્યવસ્થાને ધ્વસ્ત કરી નાખશે. અમેરિકા મદદ કરી શકે છે. વિશ્વના પ્રાચીનતમ લોકતંત્ર અમેરિકાનો વારો છે કે તે આ પ્રમુખ વૈશ્વિક સહયોગીની મદદ માટે આગળ આવે.

  • Naren Patel

Related posts

ભારત-અમેરિકા ભાગીદારી અંગે એસ. જયશંકર જેક સુલિવન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ…

Charotar Sandesh

અમે કોરોનાની વેક્સીન બનાવી લીધી છે : જોનસન એન્ડ જોનસનનો દાવો…

Charotar Sandesh

અમેરિકામાં ટિકટોક અને વીચેટ ડાઉનલોડિંગ પર પ્રતિબંધ…

Charotar Sandesh