મુંબઈ : બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને ગયા મહિને આંખની સર્જરી કરાવી હતી. હવે બચ્ચને ટિ્વટર પર પોતાના ચાહકોને કહ્યું છે કે બીજા આંખની સર્જરી પણ કરવામાં આવી છે. ખરેખર, જ્યારે સમાચાર આવ્યા હતા કે મહાનાયક અમિતાભ પર સર્જરી કરવામાં આવી રહી છે તે અંગે પ્રશંસકોમા થોડો ગભરાટ ફેલાયો હતો.
જો કે પાછળથી બીગબીએ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે આંખની સર્જરી કરવામાં આવી છે. અમિતાભ બચ્ચન લખે છે કે ‘અને બીજી એક સર્જરી સારી રીતે થઇ ગઇ છે. સર્જરીએ જીવન બદલી દીધુ છે આ એક નવો અને અલગ અનુભવ છે. હું હવે તે જોવા માટે સક્ષમ છું જે પહેલાં જોઈ શકતો ન હતો. ચોક્કસ એક અજાયબી દુનિયા. ”આની સાથે જ અમિતાભે ડોક્ટરોનો આભાર માન્યો છે
હું સ્વસ્થ થઈ રહ્યો છું – અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને ટિ્વટર કહ્યું કે, “બીજી આંખની સર્જરી પણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે હું સ્વસ્થ થઈ રહ્યો છું.” તેમણે વધુમાં કહ્યું, “બધું સારું છે”. તેમણે આ તબક્કે જીવનને બદલતા અનુભવ તરીકે વર્ણવ્યું છે. બીગબીએ પોતાનો અનુભવ વર્ણવતા કહ્યુ કે સમય પહેલા સર્જરી કરાવવી જોઇએ.
તમને જણાવી દઈએ કે, આ પહેલા અમિતાભે તેના બ્લોગમાં સર્જરી વિશે ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કેવી રીતે સર્જરી પછી નવી અને સુંદર દુનિયા જોઈ શકે છે. તેમણે તેને ખૂબ જ વિશેષ અનુભવ તરીકે વર્ણવ્યો. તેમણે પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે કોઈ પણ કારણોસર સર્જરી કરવામાં આવે છે સર્જરીમાં વિલંબ થવો જોઈએ નહીં. થોડો વિલંબ કોઈપણ વ્યક્તિને સંપૂર્ણપણે અંધ બનાવી શકે છે. બીગબીએ કહ્યું, ” જો તમને સમસ્યા હોય તો તાત્કાલીક સર્જરી કરાવી લો સમય પહેલા સર્જરી થવી જોઈએ. “
અમિતાભે તેમના ચાહકોનો આભાર માન્યો છે. તેમણે કહ્યું, “મારા માટે ઘણો પ્રેમ અને સ્નેહ છે. તે જોઈને હું ખૂબ ભાવુક થઈ ગયો છું તમે મારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે પ્રાર્થના કરો છો તે જાણીને આનંદ થાય છે. “