જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાત આવે તેવી શક્યતા…
અમદાવાદ : બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાતમાં ટુરિઝમના પ્રચાર માટે એડનું શૂટિંગ કરવા આવશે. આ વખતે અમિતાભ બચ્ચન કેવડિયા સહિત નડા બેટ, પોલોના જંગલ, ગિરનાર-રોપ વે, ડાયનાસોર મ્યુઝિયમ જેવા સ્થળોએ શૂટિંગ કરશે. ગુજરાત ટુરીઝમની જાહેરખબરોનું તેઓ શુટિંગ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર પણ કરશે.
ગુજરાત ટુરિઝમ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી જાન્યુરીના અંત સુધીમાં તેઓ ગુજરાતમાં આવશે. ત્યારે હવે બિગ-બીના મોઢે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી નહિ દેખા તો કુછ નહી દેખાપ’ના શબ્દો ફરી એકવાર સાંભળવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત કે ભારત નહિ પણ સમગ્ર વિશ્વમાં વ્યાપક પ્રચાર અને પ્રસાર કરી શકાય એ પ્રકારની એડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે.
ફરી એકવાર બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન ગુજરાત આવવાના છે. આ વખતે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બ્રાન્ડિંગ કરતા દેખાશે. છેલ્લા બે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નવુ આકર્ષણ બનીને ઉભર્યું છે. હવે દેશવિદેશમાં તેની ખ્યાતિ પહોંચે તે હેતુથી ગુજરાત ટુરિઝમ દ્વારા તેનું બ્રાન્ડિંગ કરાશે. ગ્લેમર હજી દુનિયાભરના પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારની ઇચ્છા છે કે, ખુશ્બુ ગુજરાત કીનું કેમ્પેઇન ફરી એકવાર આગળ વધે અને એ કેમ્પેઇનમાં આ વખતે માત્ર કેવડીયાનો સમાવેશ કરવામાં આવે.