અમદાવાદ,
કોંગ્રેસી નેતા હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચીફ અમિત શાહને કેન્દ્રિય ગૃહ મંત્રી બનવા પર શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ હાર્દિક પટેલે એ પણ સવાલ પૂછ્યો છે કે તેના જેવા લોકોનું શું થશે, જે બીજેપીની વિરુદ્ઘ લડ્યા છે.
નોંધનીય છે કે ગાંધીનગર લોકસભા સીટ પરથી ચૂંટણી જીતનાર અમિત શાહનો ગુરુવારે નરેન્દ્રભાઇ મોદીની બીજીવારની સરકારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૨/૩ શું કહ્યું હાર્દિક પટેલે? ચાર વર્ષ પહેલા ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર હાર્દિક પટેલે ટ્વીટમાં કહ્યું કે,’ અમિત શાહજી ગૃહમંત્રી બની ગયા છે. આ કારણે હું તેમને શુભેચ્છા પાઠવું છું. જોકે, આજે કેટલાક ભકતના મને મેસેજ આવ્યા કે હવે તારુ શું થશે હાર્દિક? તેનો મતલબ એ કે અમિત શાહ ગૃહમંત્રી બન્યા પછી ભકતો ખૂબ જ ખુશ છે. બીજેપી સામે લડનાર અમારા જેવા યુવાનોને શું મારી નાખવામાં આવશે? ચાલો જેવી ભગવાનની ઈચ્છા’ લોકસભા ચૂંટણી દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. દેશભરમાં તેણે કોંગ્રેસ માટે ખૂબ પ્રચાર કર્યો હતો. ઓબીસી શ્રેણીમાં પાટીદાર સમુદાયનો સમાવેશ કરવા માટે આંદોલન દરમિયાન હાર્દિક પટેલે અમિત શાહ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે તેમના ઈશારે જ રાજયમાં પ્રદર્શન કારીઓ પર કઠોર પગલા લેવામાં આવ્યાં છે.