ભ્રામક અને અનુચિત કહેવાય,આ લોકતાંત્રિક દેશનો આંતરિક મામલો : ભારત
ન્યુ દિલ્હી : અમેરિકાના કેટલાંક સાંસદોએ ભારતમાં નવા કૃષિ કાયદાની વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કર્યું છે અને તેમણે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાની મંજૂરી આપવાનો અનુરોધ કર્યો છે. ખેડૂતોના પ્રદર્શન પર વિદેશી નેતાઓના નિવેદનોને ભારતે વખોડી નાંખ્યું છે. ભારતે જડબાતોડ જવાબ આપતા કહી દીધું કે ભ્રામક અને અનુચિત કહેવાય, આ એક લોકતાંત્રિક દેશનો આંતરિક મામલો છે.
અમેરિકન કોંગ્રેસના સાંસદ ડગ લામાલ્ફા એ સોમવારના રોજ કહ્યું કે ભારતમાં પોતાની આજીવિકા બચાવા માટે અને સરકારના ભ્રામક, અસ્પષ્ટ નિયમ-કાયદાની વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા પંજાબી ખેડૂતોનું હું સમર્થન કરું છું. કેલિફોર્નિયાથી રિપબ્લિકન સાંસદે કહ્યું કે પંજાબી ખેડૂતોને પોતાની સરકારની વિરૂદ્ધ હિંસાના ભય વગર શાંતિપૂર્ણ પ્રદર્શનની મંજૂરી હોવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે પંજાબ, હરિયાણા અને કેટલાંય બીજા રાજ્યોના હજારો ખેડૂત કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ૨૬ નવેમ્બરથી દિલ્હીની અલગ-અલગ સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે. ડેમોક્રેટ સાંસદ જોશ હાર્ડર એ કહ્યું કે ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. તેને પોતાના નાગરિકોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાની મંજૂરી આપવી જોઇએ. હું આ ખેડૂતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી સાર્થક વાતચીતની અપીલ કરું છું.
સાંસદ ટી જે કૉક્સે કહ્યું કે ભારતને શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારને યથાવત રાખવો જોઇએ અને પોતાના નાગરિકોની રક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ. સાંસદ એન્ડી લેવીએ કહ્યું કે તેમણે ભારતમાં ખેડૂતોના આંદોલનમાંથી પ્રેરણા મળી છે. તેમણે કહ્યું કે હું તેને ૨૦૨૧મા જનતાની તાકાતને ઉભરવા તરીકે જોઉું છું.