Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાએ તેની એરલાઇન કંપનીઓને પાક.એરસ્પેસનો ઉપયોગ કરવાની ના પાડી…

પાક. એરસ્પેસમાં આતંકવાદી સંગઠન અમેરિકાની ફ્લાઈટ્‌સ પર હુમલો કરી શકે છે…

USA : અમેરિકાના ઉડ્ડયન વિભાગે અમેરિકાની એરલાઈન કંપનીઓ અને તેમના પાયલટોને ચેતવણી આપી છે કે કટ્ટરપંથી અથવા આતંકવાદી ગતિવિધિને કારણે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરવો જોખમી છે.
અમેરિકાના ફેડરેશન એવિએશન એડમિનિસ્ટ્રેશને ૩૦ નવેમ્બર, ૨૦૧૯ના રોજ વિમાનકર્મીઓને નોટિસ (એનએટીએએમ) પાઠવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉડાન દરમિયાન સાવધાની રાખે. કટ્ટરપંથી અથવા આતંકવાદી ગતિવિધિઓને કારણે પાકિસ્તાન અને તેનું એરસ્પેસ અમેરિકાના નાગરિક વિમાનો માટે જોખમકારક છે.
એનએટીએએમ અમેરિકાના તમામ એરલાઈન કંપનીઓ અને પાયલટ્‌સ માટે માન્ય છે. અમેરિકાના ઉડ્ડયન વિભાગે તેના એનએટીએએમમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં એરપોર્ટ પર ઓછી ઊંચાઈ પર ઉડાન વખતે અથવા વિમાન લેન્ડ કરતા સમયે હુમલાનું સૌથી વધારે જોખમ છે.

પાકિસ્તાને ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારત માટે તેનું એરસ્પેસ બંધ કરી દીધું હતું. તેના પાંચ મહિના બાદ તેને ૧૬ જૂલાઈએ તેને ખોલી દીધો હતો. પાકિસ્તાને ભારતને ઓક્ટોબર ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પોતાનું એરસ્પેસ ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી.

  • Naren Patel

Related posts

ભારત જેવા સારા મિત્ર અને ભાગીદારના સહયોગથી ઘણા ખુશ છીએ : અમેરિકા

Charotar Sandesh

અમેરિકામાં પણ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન, ઈન્ડિયન એમ્બેસી બહાર ખાલિસ્તાની ઝંડા લહેરાયા…

Charotar Sandesh

અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો માટે રાહતના સમાચાર…

Charotar Sandesh