Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાએ હાઇડ્રોક્લોરોક્વિનથી કોરોનાની સારવાર પર પ્રતિબંધ મૂક્યો…

USA : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દવાથી પોતાનાને કોરોના વાયરસથી બચાવાની વાત કહી. કોરોના વાયરસથી બચવા માટે આ દવાને એટલી ગુણકારી અને અસરદાર માનવામાં આવી કે સપ્લાય માટે અમેરિકન રાષ્ટ્રપતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ સુદ્ધાં બનાવ્યું હતું. પરંતુ હવે અમેરિકાની દવા નિયામક પ્રાધિકરણ Food and Drugs Administration (FDA) એ હાઇડ્રોક્લોરોક્વીનથી કોરોના વાયરસની સારવાર પર પ્રતિબંધ મૂકી દીધો છે.

એફડીએએ પોતાના આદેશમાં કહ્યું કે આ દવાના ઉપયોગથી દર્દીઓ ઉપર ઘાતક અસર જોવા મળી રહી છે. તો એ વાતના પુરાવા પણ મળી રહ્યા છે કે આ દવા કોરોના વાયરસના દર્દીઓ પર કોઇપણ સકારાત્મક અસર કરી રહ્યું નથી. હૃદયની બીમારી સાથે જોડાયેલો રિપોર્ટસનો હવાલો આપતા એફડીએ એ કહ્યું કે આ દવાના સેવનથી લાભની તુલનામાં દર્દીઓ સામે ખતરો વધુ છે. આ દવાનો ઉપયોગ હૃદય સંબંધિત બીમારીઓ, લો બ્લડ પ્રેશર અને નર્વસ સિસ્ટમને હાનિ પહોંચવાની સંભાવના છે.

એફડીએના આ આદેશથી અમેરિકન સરકારથી પ્રાપ્ત એચસીક્યુ દવાના શિપમેન્ટ હવે રાજ્ય અને સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓને વિતરિત કરાશે નહીં. જો કે આ દવાઓ હજુ પણ વૈક્લિપક ઉપયોગ માટે ઉપલબ્ધ છે. એફડીએ એ કહ્યું કે અમેરિકન ડૉકટર કોરોના વાયરસની સારવાર માટે હજુ પણ તેને લખી શકે છે.

  • Nilesh Patel

Related posts

અમેરિકાના શિકાગોમાં એક એપાર્ટમેન્ટમાં ગોળીબાર, ૬ ઘાયલ…

Charotar Sandesh

ઓમિક્રોનનો ખતરો : અનેક દેશોએ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો

Charotar Sandesh

ભલભલા દેશોને ધ્રુજાવતી ઇઝરાયલની આર્મીમાં ગુજરાતી મૂળની દીકરીની પસંદગી

Charotar Sandesh