આચાર્યશ્રી પુરુષોતમપ્રિયદાસજીની અધ્યક્ષતામાં ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો…
વર્જિનિયા : શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર ચેસપીક સેન્ટર વર્જિનિયા ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ૪૨૦૧ ડોક રોડ પર આવેલું નુતન મંદિરના ઉદ્ઘાટન દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક, પ્રાર્થના તથા શાંતિનો પ્રચાર થાય તે માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દુનિયામાંથી લાખો લોકો પધાર્યા હતા. વર્લ્ડ પીસ એમ્બેસેડર પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોતમ પ્રિયદાસજીસ્વામીજી મહારાજ ની અધ્યક્ષતામાં જેઓ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગરના પ્રવર્તમાન આચાર્ય છે જે વિશ્વભરમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક ઉન્નતિ ના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત છે . ચેસપીક મંદિરના ઉદઘાટન દરમિયાન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે જણાવ્યું હતું કે તેઓ શાંતિ , એકતા અને ભાઇચારો વધે તેમનો સંદેશો આખા વિશ્વમાં પ્રગટેએ માટે આ નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે.
ચેસપીક મંદિરના ઉદઘાટન દરમિયાન ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડોકટર રિચાર્ડ ડબલ્યુ વેસ્ટ મેયર સીટી કાઉન્સિલ તેઓ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજની મુલાકાત લીધી હતી તથા ધન્યતા અનુભવી હતી તથા તેઓએ જણાવ્યું હતું કે આચાર્ય સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શાંતિ નો અનુભવ કરી રહ્યો છું જેઓ અમારા આ સીટીમાં પણશાંતિનો પ્રસાર થાય કે માટે તેમણે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મારા જીવનકાળ દરમિયાન ઘણા બધા નવા મંદિરના કાર્યકમ માં હાજરી આપી છે પણ અહીંયા જે મારો સતકાર, સ્વાગત મળ્યો છે તે પહેલાંના કાર્યક્રમો કરતાં કંઈક વિશેષ છે જે હું અનુભવી રહ્યો છું આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજની અધ્યક્ષતામાં ચેસપીક સેન્ટર ના મેયરને ચેક ચેસપીક ફાયર તથા પોલીસ વિભાગને અર્પણ કરવામાં આવ્યો હતો.
- Yash Patel