ભારતની કોન્સ્યુલ ઓફિસ સામે કરાયેલા દેખાવોમાં 150 ઉપરાંત ઇન્ડિયન અમેરિકન્સ અને સ્ટુડન્ટ્સ જોડાયા…
USA : ભારતમાં અમલી બનેલા સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ (CAA) વિરુધ્ધ અમેરિકાના શિકાગો અને બોસ્ટનમાં શાંતિપૂર્ણ દેખાવો યોજાયા હતા. જે અંતર્ગત શિકાગોના ટ્રિબ્યુન ટાવરથી ભારતની કોન્સ્યુલેટ ઓફિસ સુધી શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરાયું હતું .જેમાં 150 ઉપરાંત ઇન્ડિયન અમેરિકન્સ અને સ્ટુડન્ટ્સ જોડાયા હતા, જેમણે ભારતના કોન્સ્યુલેટ સમક્ષ આ કાયદાનો વિરોધ કર્યો હતો. દેખાવકારોએ ભારતની અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી તથા જામિયા મિલિયા ઇસ્લામીયા ખાતે વિદ્યાર્થીઓ ઉપર કરાયેલા દમનને વખોડી કાઢ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
- Nilesh Patel