Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાના હર્ટફોર્ડ સિટીના નાઈટ ક્લબમા ફાયરીંગ : ૧નું મોત, ૪ ઘાયલ…

USA : અમેરિકાના કનેક્ટિક્ટ વિસ્તારમાં હર્ટફોર્ડ શહેરના નાઈટ ક્લબમા ફાયરીંગ થયુ. પોલીસના જણાવ્યા અનુસાર, આ ફાયરીંગમા એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે તેમજ ૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઉલ્લેખનીય છે કે, નાઈટ કલબમા સામાન્ય રીતે ઝઘડા થતા હોય છે. તેના કારણે જ પોલીસ ક્લબની બહાર હાજર રહે છે, પરંતુ રવિવારે રાત્રે લગભગ ૧ઃ૩૦ વાગે પર ક્લબની અંદર ફાયરીંગનો અવાજ આવ્યો. ગોળીનો અવાજ સાંભળતા જ પોલીસ ઓફિસર જેવા ક્લબમા દાખલ થયા કે ક્લબમા મોટી સંખ્યામા હાજર લોકો બહાર નીકળવાના ગેટ તરફથી ભાગી રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર મેજસ્ટિક લોજ નાઈટ ક્લબમા થયેલા ફાયરીંગના કારણે ૨૮ વર્ષના યુવકનું મોત નીપજ્યુ હતુ. ફાયરીંગમા બે પુરૂષો અને મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા ૪ લોકોમાંથી બે લોકોની રવિવારે સવારે સર્જરી કરાવવી પડી તેમજ બાકીના લોકોની સ્થિતિ જોખમમાંથી બહાર છે.

હર્ટફોર્ડ શહેરના મેયર લ્યૂક બ્રોનિને જાણકારી આપી કે, ક્લબમા થયેલા ફાયરીંગમા ગેરકાયદેસર બંદૂકોનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ ક્લબમા પહેલા પણ આ બાબતની કેટલીય વાર ફરીયાદ થઈ છે. પોલીસ ઓફિસર તાત્કાલિક ક્લબની અંદર પહોંચ્યા અને વધારે નુકશાન થવાથી બચાવી લીધુ. પોલીસે ઈજાગ્રસ્ત લોકોને તરત જ પ્રાથમિક સારવાર આપી.

  • Naren Patel

Related posts

કોરોનાનો કહેર, ૧૮૮ દેશ અને ૧૩,૦૩૩ મોત; સ્પેનમાં એક દિવસમાં પાંચ હજાર નવા કેસ…

Charotar Sandesh

અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતના નાગરિકતા કાનૂનને સમર્થન આપતી રેલી યોજાઈ…

Charotar Sandesh

પૈસા અને ખુશી વચ્ચે શું સંબંધ છે? વોરેન બફેટે કરી પોતાના દિલની વાત

Charotar Sandesh