Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં આધ્યાત્મિક ગુરૂ પ્રત્યાગબોધનંદનું નિધન, સુરતમાં અંતિમ દર્શન…

USA : છેલ્લા ઘણા દાયકાઓથી અમેરિકામાં વૈદિક શિક્ષણ આપી રહેલા આર્ષ વિદ્યા ગુરુકુલના ઉપપ્રમુખ સ્વામી પ્રત્યાગબોધનંદનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગુજરાત લાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ અમેરિકામાં રહેતા ઘણા વિદ્યાર્થીઓએ વેદાંતનું પરંપરાગત શિક્ષણ ત્યાં આપીને ગુરુકુલ સ્થાપવાની માંગ કરી હતી. ત્યારબાદ ૧૯૮૬માં, પીએમ મોદીના આધ્યાત્મિક ગુરુ સ્વામી દયાનંદ સરસ્વતીએ પેન્સિલ્વેનિયામાં આ આર્ષ વિદ્યા ગુરૂકુલની સ્થાપના કરી.
આ ગુરુકુલમમાં સ્વામી પ્રત્યાગબોધનંદ (૬૯) ઉપપ્રમુખ હતા. ૨૦ સપ્ટેમ્બરના રોજ ગુરુકુલની ૩૪મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધા બાદ તેઓને છાતીમાં દુઃખાવો અને ગભરાટથી સમસ્યા થઈ. તાત્કાલીક તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તે પહેલા જ તેમનું નિધન થયું હતું. સ્વામી પ્રત્યાગબોધનંદ અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓમાં અસ્ખલિત બોલે છે. તે ભગવદ ગીતા, ઉપનિષદ અને પંચદશી સિવાય તુલસી રામાયણ અને ભાગવત પુરાણ શીખવતા.
૨૨ સપ્ટેમ્બરના રોજ એર ઈન્ડિયાના વિમાનથી તેમની ભારત આવવાની યોજના હતી. પરંતુ તે પહેલાં તેઓએ આ દુનિયા છોડી દીધી. હવે તેમનો મૃતદેહ ૨૫ સપ્ટેમ્બરે એર ઇન્ડિયાના વિમાન દ્વારા મુંબઇ લાવવામાં આવ્યો છે. સ્વામી પ્રત્યાગબોધનંદના ભારતમાં, ખાસ કરીને મુંબઇ અને સુરતમાં મોટી સંખ્યામાં અનુયાયી છે. તેમના પાર્થીવ દેહના અંતિમ દર્શન સુરત ખાતે રાખવામાં આવ્યા છે. તેમના અંતિમ સંસ્કાર આજે વડોદરાના ચણોદમાં થશે.

  • Nilesh Patel

Related posts

યુકેની બેન્કે ખાતેદારોના એકાઉન્ટમાં ૧૩૦૩ કરોડ રૂપિયા ભૂલથી નાંખી દીધા : લોકોને લાગ્યું સરકારે ક્રિસમસ ગીફ્ટ આપ્યું

Charotar Sandesh

ફરી યુદ્ધની આશંકા : યુક્રેનની રાજધાની કીવ પર મોટા હુમલાની ફિરાકમાં રશિયા

Charotar Sandesh

ચીની સેનાએ અમેરિકન કંપની ટેસ્લા ઇંકની કાર પર પ્રતિબંધ મૂક્યો…

Charotar Sandesh