અમેરિકામાં કોરોનાથી ઓગસ્ટ સુધીમાં ૧.૪૭ લાખ લોકોના મોત થવાની શકયતા…
અમેરિકામાં લોકડાઉન હટાવવાને લઈને ચેતવણી, ટિ્વટરના કર્મચારીઓ હંમેશ માટે ઘરેથી કામ કરી શકશે…
USA : વિશ્વભરમાં કોરોનાના ૪૩.૪૨ લાખથી વધારે કેસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૨.૯૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૧૬ લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં ઓગસ્ટ સુધીમાં ૧.૪૭ લાખના મોત થઈ શકે છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૪ લાખ ૮ હજારથી વધારે કેસ નોંધાયા છે. જેમાં ૮૩ હજાર ૪૨૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં ૯૯.૩૬ લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. ૨.૯૭ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. સિએટલ સ્થિત ઈન્સ્ટીટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશને બુધવારે કહ્યું છે કે અમેરિકામાં ઓગસ્ટની શરૂઆત સુધીમાં ૧.૪૭ લાખથી વધારે લોકોના મોત થઈ શકે છે. આ પહેલાના અનુમાન કરતા ૧૦ હજાર વધારે છે. ઈજિપ્તમાં કોરોના સંક્રમણના ૩૪૭ નવા કેસ નોંધાતા કુલ કેસ ૧૦ હજાર ૯૩ થયા છે. મંગળવારે ૧૧ લોકોના મોત સાથે મૃત્યુઆંક ૫૪૪ થયો છે.
અમેરિકાની કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડો. એન્થની ફોસીએ અમેરિકાના રાજ્યોમાંથી લોકડાઉનને હટાવવાને લઈને ચેતવણી આપી છે. જો મહામારી કાબૂમાં કરવાની ક્ષમતા વિકસિત કર્યા પહેલા રાજ્યોને રાહત આપવામાં આવશે તો તેના ગંભીર પરિણામ આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ફરીવાર બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે.
ટિ્વટરે જાહેરાત કરી છે કે તેના કર્મચારી કોરોના મહામારી પછી પણ ઈચ્છે તો હંમેશ માટે ઘરેથી કામ કરી શકશે. ઓફિસ પણ ખુલ્લી રહેશે. પણ અહીં સુરક્ષાનું પૂરતું ધ્યાન રખાશે. ટિ્વટરે કહ્યું હતું કે જો અમારા કર્મચારીઓ ઘરેથી કામ કરવાની સ્થિતિમાં છે અને તેઓ હંમેશાને માટે આવું ઈચ્છે છે તો અમે તેને પૂરું કરવાનો પ્રયાસ કરીશું. અમુક અપવાદોને છોડીને કોઈપણ પ્રકારની બિઝનેસ યાત્રા થશે નહીં. ચીનમાં ૧૫ નવા કેસ નોંધાયા છે. વુહાનના ૧.૧૦ કરોડ લોકોનો ટેસ્ટ કરવાના પ્લાનની જાહેરાત કરી છે. નેપાળમાં ૨૬ નવા કેસ નોંધાવાની સાથે કુલ પોઝિટિવ કેસ ૨૧૭ થયા છે. લેબનાનમાં સંપૂર્ણ લોકડાઉન લેબનાનમાં અત્યાર સુધીમાં ૮૭૦ કેસ નોંધાયા છે અને ૨૬ લોકોના મોત થયા છે.સંક્રમણના ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે અહીં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. ચાર દિવસ પહેલા પ્રતિબંધો હટાવ્યા હતા. પરંતુ કેસ વધતા ફરી આ નિર્ણય લેવાયો છે.
- Nilesh Patel