Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં કોરોના વાયરસનો હાહાકાર : ૧૩૦૦થી વધુના મોત…

વિશ્વમાં વાયરસથી સંક્રમિત લોકો અમેરિકામાં સૌથી વધુ ૮૩૦૦૦…

USA : વિશ્વના ૧૯૯ દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જેને પગલે ૨૦૦ કરોડો લોકો ઘરમાં બંધ છે. ૨ ડઝનથી વધારે દેશોમાં સંપૂર્ણ લોકડાઉન છે. જેને પગલે વૈશ્વિક અર્થ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ત્યારે મહાસત્તા ગણાતું અમેરિકા કોરોનાના કેસને પગલે ચીન અને ઈટલીને પછાડી આગળ વધી ગયું છે. અમેરિકામાં ૪૮થી પણ ઓછા કલાકોમાં ૧૭ હજારથી પણ વઘારે કોરોના વાયરસના કેસ નોંધાયા છે. અમેરિકાનો આંકડો ચિંતાજનક છે. ઈટલી પ્રથમ નંબરેથી કેમ ત્રીજા નંબરે આવી ગયું. પ્રથમ નંબરે રહેલ ચીન કેમ બીજા નંબર પર આવી ગયું.

અમેરિકામાં હાલ કોરોનાના દર્દીઓનો આંક ૮૫, ૪૩૫ કુલ પહોંચ્યો છે. જ્યારે ૧૩૦૦ લોકોના મોત નિપજ્યા છે. તો ૮૨, ૨૭૨ એક્ટિવ કેસ છે. ત્યારે આ બાબત ગંભીરતા ન દાખવનાર અમેરિકાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. ત્યારે ઈમરજન્સીની જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ફેડરલ ફંડમાં ૫૦ અબજ ડૉલરની જાહેરાત કરાયી ચૂકી છે. તેમજ હવે તેમણે ટેસ્ટની કામગીરી ઝડપી કરી છે. અત્યાર સુધી અમેરિકાએ કોરોનાને રોકવા બહું ધીમી ગતિએ કામ કર્યુ છે.

અમેરિકામાં ૨૪ કલાકમાં કોરોના વાયરસ ૧૭ હજાર કરતા પણ વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ અમેરિકા ત્રીજા નંબર પરથી પહેલા નંબર પર આવી ગયું છે. ૩થી ૪ દિવસમાં અમેરિકામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૪ માર્ચના રોજ અમેરિકામાં માત્ર ૧૪ ૩૨૧ કેસ નોંધાયા હતા. તેણે પોતાના બે સિટી લોકડાઉન કર્યા હતા. આજે અમેરિકાની બેદરકારીને લીધે વિશ્વના સૌથી વધારે કોરોનાના દર્દીઓ અમેરિકામાં છે.

અમેરિકામાં ૨૪ કલાક પહેલા ૬૦,૬૫૩ જેટલા કેસ હતા. જેમાં રાતો રાત અધધ વધારો થયો છે. ૧૭ હજારથી પણ વધારે કેસ નોંધાતા અમેરિકામાં હાલ કોરોનાના દર્દીઓનો આંક ૮૫, ૪૩૫ કુલ પહોંચ્યો છે. જ્યારે ૧૨૯૫ લોકોના મોત નિપજ્યા છે. તો ૮૨, ૨૭૨ એક્ટિવ કેસ છે. જેની સરખામણીએ ૧૮૬૮ લોકો સાજા થયા છે. પ્રથમ નંબરે રહેલી ઈટલીની વાત કરીએ તો ઈટલીમાં કુલ ૮૦૫૮૯ કેસ નોંધાયા છે. ૮,૨૧૫ના મોત નિપજ્યા છે. જ્યારે અહીં ૬૨૦૧૩ એક્ટિવ કેસ છે. તેની સરખામણીએ ૧૦, ૩૬૧ લોકો સાજા થયા છે. પ્રથમ નંબરે રહેતુ ઈટલી આજે ત્રીજા નંબરે છે. જ્યારે એપી સેન્ટર ગણાતુ ચીન બીજા નંબરે છે. ચીનનો આંક જોઈએ તો ૮૧, ૩૪૦ એક્ટિવ કેસ છે.

  • Nilesh Patel

Related posts

ડેલ્ટા વેરિએન્ટ પ્લસની યૂકે, યૂએસ, જાપાન, રશિયા સહિતના ૯ દેશોમાં એન્ટ્રી…

Charotar Sandesh

અમેરિકા આકરા પાણીએ : સીરિયામાં ઇરાની સમર્થિત અડ્ડા પર એરસ્ટ્રાઇક કરી…

Charotar Sandesh

કોરોના વેક્સિનના અંતિમ ચરણમાં જોહ્ન્‌સન એન્ડ જોહ્ન્‌સન : ટ્રમ્પનો દાવો…

Charotar Sandesh