USA : અમેરિકામાં ૨૦૧૯માં ભણવા આવેલા કુલ વિદેશી વિદ્યાર્થીના ૪૮ ટકા ભારત અને ચીનના વિદ્યાર્થીઓ હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી હતી.
જાહેર કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે ૨૦૧૯માં ૧૫.૨ લાખ વિદ્યાર્થી અમેરિકામાં ભણવા આવ્યા હતા અને એ ૨૦૧૮ કરતા ૧.૭ ટકા ઓછા વિદ્યાર્થી હતા. ૨૦૧૯માં અમેરિકામાં ભણવા ગયેલા ૭,૩૩,૭૧૮ અથવા ૪૮ ટકા વિદ્યાર્થી ભારત અને ચીનના વિદ્યાર્થીઓ હતા તથા એમાંથી ચીનના (૪,૭૪,૪૯૭) અને ભારતના (૨,૪૯,૨૨૧) વિદ્યાર્થી હતા.
જોકે, ૨૦૧૮ કરતા ૨૦૧૯માં એશિયાના ૨૮,૦૬૩ વિદ્યાર્થી અમેરિકામાં ઓછા ભણવા આવ્યા હતા. જોકે, ૨૦૧૮ કરતા ૨૦૧૯માં ચીનના (૪,૨૩૫) અને ભારતના (૨૦૬૯) વિદ્યાર્થી ઓછા ભણવા આવ્યા હતા.
- Nilesh Patel