સંક્રમિતોનો આંકડો ૯.૫૦ લાખને પાર, સૌથી વધુ અસર ન્યૂયોર્કમાં…
USA : વિશ્વભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે અમેરિકા સૌથી વધુ પ્રભાવિત બન્યું છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૯૪ લોકોના મૃત્યુ કોરોનાના કારણે થયાં છે. અને ૫૪, ૨૬૫ લોકોના કુલ મૃત્યુ અત્યાર સુધી કોરોનાના કારણે થયાં છે. અમેરિકામાં અત્યાર સુધી ૯,૬૦, ૦૦૦ થી વધુ કોરોના પોઝિટવ કેસ નોંધાયા છે. વિશ્વની આ મહામારી વચ્ચે અમેરિકામાં વધતા જતાં કેસ એ ચિંતાનું કારણ બની રહ્યું છે.અને સૌથી વધારે મૃત્યુ અને કોરોના પોઝિટિવ કેસ ન્યૂયોર્કમાં નોંધાયા છે.
ઉત્તર અમેરિકા ખંડમાં પણ કેસની સંખ્યા ૧૦ લાખને પાર થઈ છે. એમાં એકલા અમેરિકામાં જ સવા નવ લાખથી વધારે કેસ છે. બીજા ક્રમે કેનેડા છે જ્યાં ૪૪ હજાર જેટલા કેસ નોંધાયા છે. એ પછી મેક્સિકોમાં ૧૩ હજાર અને ડોમિનિક રિપબ્લિકમાં પોણા છ હજાર કેસ નોંધાયા છે.ઉત્તર અમેરિકા ખંડનો કુલ મૃત્યુઆંક ૫૬ હજારથી થોડો વધારે છે. ઈટાલીમાં મે મહિનાના પહેલા અઠવાડિયાથી લૉકડાઉનમાં રાહત આપવાની શરૂઆત થશે. એ વખતે સરકાર લોકોને વિનામૂલ્યે માસ્ક આપશે. જેથી સલામતી જાળવી શકાય.
જોકે અમેરિકા ચેપના ફેલાવાથી મુક્ત થઈ રહ્યું હોય એવુ સંશોધકો માને છે. એટલે કે જેટલો ચેપ ફેલાવો હતો એટલો ફેલાઈ ગયો, હવે ધીમો પડવાનો સયમ શરૂ થઈ ગયો છે. પરિણામે અમેરિકામાં લૉકડાઉન હળવું કરવાની તથા ઉદ્યોગ-ધંધા ફરીથી ધમધમતા કરવાની હિલચાલ તેજ બની છે.અમેરિકાના જ્યોર્જિયા, ઓકલાહામા અને અલાસ્કા રાજ્યોએ તો લૉકડાઉનમાં છૂટછાટ આપી પણ દીધી છે. અમેરિકામાં સૌથી વધુ કેસ જ્યાં છે એ ન્યુયોર્ક રાજ્યમાં આ અઠવાડિયના સૌથી ઓછા ૪૨૨ મોત ગુરુવારે નોંધાયા હતા.
- Naren Patel