ક્વારેન્ટાઇનની જરૂર નથી : ટ્રમ્પ
USA : દુનિયાના સૌથી તાકાતવાર દેશ અમેરિકામાં પણ કોરોના વાયરસનો જીવલેણ પ્રકોપ ચાલુ છે. એકબાજુ જ્યાં પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે તો બીજીબાજુ મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં એટલે કે રવિવારે સવારે ૯ વાગ્યા સુધીમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો વધીને ૧૨૪૩૭૭ પર પહોંચી ગયો છે. તો મૃતકોની સંખ્યા વધીને ૨૨૯૦ થઇ ગઇ છે. આ સિવાય ૧૦૯૫ દર્દી બીમારીમાંથી રિકવર થઇ ગયા છે.
સૌથી વધુ કેસ ન્યૂયોર્કથી સામે આવી રહ્યા છે. જ્યાં કોરોના વાયરસની ઝપટમાં આવીને અત્યાર સુધીમાં ૬૭૨ લોકોના જીવ ગયા છે. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી માહિતી આપી કે વ્હાઇટ હાઉસની કોરોના વાયરસ ટાસ્ક ફોર્સે ન્યૂયોર્કમાં સખ્ત ટ્રાવેલ એડવાઇઝરી રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે.
કોરોના વાયરસ પર અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ક્વારેન્ટાઇનની જરૂર નથી. આજે રાત્રે સીડીએસ આ અંગે નિર્ણય લેશે. આપને જણાવી દઇએ કે અમેરિકન સરકાર ભારતમાં કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા લોકડાઉનની વચ્ચે દેશમાં ફસાયેલા અમેરિકન નાગરિકોને નીકાળવાની વ્યવસ્થા કરાય રહી છે.
અમેરિકન અધિકારી ઇયાન બ્રાઉનલીએ શુક્રવારના રોજ કહ્યું કે અમે સીધા ભારતથી અમેરિકા પાછા લાવવા માટે અમેરિકન અને વિદેશી ઉડાન સર્વિસીસની વાત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા બંને દેશોની તરફથી મંજૂરી મળવામાં થોડોક સમય લાગશે. આપને જણાવી દઇએ કે કોરોના વાયરસ મહામારીથી લડવા માટે ભારતે પણ તમામ ઉડાનોને રદ્દ કરવાની સાથે જ દેશભરમાં લોકડાઉન લાગૂ કરી રાખ્યું છે.
- Naren Patel