ફેડરલ એજન્સીને સત્તા હસ્તાંતરણ માટે આપી સુચના…
USA : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ છેવટે વ્હાઇટ હાઉસ છોડવાનો સંકેત આપ્યો છે. સોમવારના રોજ આગળના રાષ્ટ્રપતિ જો બાઇડેનના પ્રશાસન માટે રસ્તો બનાવનાર સરકારી એજન્સીએ કહ્યું કે તેઓ આખરે સત્તા સ્થાનાંતરણમાં લાદવામાં આવેલા પ્રતિબંધને દૂર કરી રહ્યા છે. ત્યારબાદ ટ્રમ્પે પણ સંકેત આપ્યા કે હવે જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશને ‘એ કરવું જોઇએ જે કરવાની જરૂર છે.’
જો કે આ જ ટિ્વટમાં તેમણે ફરી એકવાર કહ્યું કે તેઓ હાર માનવાનો ઇન્કાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ‘અમારો કેસ મજબૂતીથી ચાલી રહ્યો છે. અમે લડત ચાલુ રાખીશું અને મને ખાતરી છે કે અમે જીતીશું.
જો કે રિપબ્લિકન પ્રશાસનના જીએસએને આગળની કાર્યવાહી કરવા અને બાઇડેન પ્રશાસનની સાથે કામ કરવાની મંજૂરી આપતા સ્પષ્ટ છે કે ટ્રમ્પને પણ આખરે અંત નજીક દેખાઇ રહ્યો છે. જો કે છેલ્લાં ત્રણ સપ્તાહથી તેઓ કોઇપણ પુરાવા વગર વારંવાર દાવો કરી રહ્યા છે કે તેમની પાસેથી આ ચૂંટણી ‘ચોરવામાં આવી છે’.
હવે આનો અર્થ એ થયો કે બાઇડેનની ટીમને ફંડ, ઓફિસ સ્પેસ અને ફેડરલ અધિકારીઓને મળવાનો અધિકાર મળી જશે. બાઇડેનની ઓફિસ, જેને કલાકો અગાઉ જ જાહેરાત કરી હતી કે અમેરિકન વિદેશી નીતિઓ અને સુરક્ષા પદો માટે ખૂબ જ અનુભવી લોકોના એક ગ્રૂપની નિમણૂક થશે, જણાવ્યું હતું કે ‘જીએસએ હવે સત્તાના સરળ અને શાંતિપૂર્ણ સ્થાળાંતરણમાં જરૂરી મદદની મંજૂરી આપશે. ‘
બાઇડેનના ટ્રાન્ઝિશન ડિરેક્ટર યોહાનેસ અબ્રાહમ એ એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે, ‘આગામી દિવસોમાં ટ્રાન્ઝિશન અધિકારી ફેડરલ અધિકારીઓને મળવાનું શરૂ કરીશું જેથી કરીને મહામારીને લઇ થઇ રહેલા કામ, રાષ્ટ્રીય સુરક્ષા હિતો પર સંપૂર્ણ વિગતો અને સરકારી એજન્સીઓને ખોખલા કરવાની ટ્રમ્પ પ્રશાસનની કોશિષોને સંપૂર્ણ રીતે સમજી શકાય છે.
ટ્રમ્પની તરફથી આ સંકેત મિશિગનની તરફથી પોતાના ચૂંટણી પરિણામોની ફરીથી પુષ્ટિ કર્યા બાદ આવ્યા છે. બીજી બાજુ વધુ શક્તિશાળી ટ્રમ્પના સમર્થકોએ માંગણી કરી છે કે ટ્રમ્પ આ ગતિરોધને સમાપ્ત કરે.
- Naren Patel