USA : વિશ્વના સૌથી શક્તિશાળી નેતા અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મલેનિયાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. સલાહકાર હોપ હિલ્સનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ પ્રમુખ દંપતીએ કવોરન્ટાઈન થવા નિર્ણય લીધો હતો, અને તેમનો પણ ટેસ્ટ કરાયા હતો. ટ્રમ્પે આજે ટિવટ કરી જણાવ્યું હતું કે ફલોટસ (અમેરિકાની ફર્સ્ટ લેડી અને મારો કોવિડ 19 ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે, અમે અમારું કવોરન્ટાઈન અને રિકવરી પ્રોસેસ તરત શરૂ કરીશું. અમે સાથે મળી આમાંથી પસાર થઈ જઈશું.
અગાઉના અહેવાલો મુજબ નજીકના મદદનીશ હોપ હિકસનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝીટીવ આવતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા કવોરન્ટાઈન થયા હતા.
ટ્રમ્પે ટિવટર પર જણાવ્યું હતું કે, નાનકડો બ્રેક લીધા વગર હોપ હિકસ સતત મહેનત કરી રહ્યા હતા. તેમનો કોવિડ 19 ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. દરમિયાન અમે પણ અમારી કવોરન્ટાઈન પ્રોસેસ શરુ કરીશું. ફોકસ ન્યુઝ સાથેની મુલાકાતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તે અને ફર્સ્ટ લેડી વાયરસનો ટેસ્ટ કરાવ્યો છે. હું અને ફર્સ્ટ લેડી હોપ સાથે ઘણો સમય ગાળીએ છીએ. તે અદભૂત છે.
- Nilesh Patel