ડેમોક્રેટ્સ તેમના જ લોકોને નિશાન બનાવી રહ્યા છે : પૂર્વ અધિકારી
USA : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહાભિયોગ પ્રસ્તાવ અંગે સેનેટમાં તાત્કાલિક ટ્રાયલ(સુનાવણી)ની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ(નીચલા ગૃહ)માં ડેમોક્રેટ્સે યોગ્ય પ્રક્રિયા હેઠળ કાર્યવાહી કરી નથી. તો બીજી તરફ ટ્રેઝરી અધિકારી પોલ ક્રેગ રોબટર્સે કહ્યું કે, ટ્રમ્પ પર મહાભિયોગ લાગુ કરી પોતાના લોકોને જ નિશાન બનાવી રહ્યા છે.
ટ્રમ્પે ટ્વીટ કર્યું ‘ડેમોક્રેટ્સ પાસે સંસદમાં કોઈ વકીલ, કોઈ પણ પુરાવા, કંઈ નથી. હવે તે સેનેટને પણ એવું જણાવવા માંગે છે કે ટ્રાયલ કેવી રીતે કરવામાં આવે છે. લોકો પાસે કોઈ પુરાવા નથી. તે ક્યારે બતાવી પણ નહીં શકે, તે બહાર નીકળવા માંગે છે અને હું ઝડપથી ટ્રાયલ કરાવવા માંગું છું.’
તેમણે ટ્વીટ કર્યું કે, હાઉસ ઓપ રિપ્રેઝન્ટેટિવમાં ડેમોક્રેટ્સે તેમના સમર્થનમાં રિપબ્લિકન તરફથી એક પણ વોટ નથી. રિપબ્લિકન ક્યારેય એકજુથ નથી થયા. આ પહેલા ટ્રમ્પે સ્પીકર નેન્સી પેલોસીને કહ્યું હતું કે,તે સેનેટમાં મહાભિયોગ પ્રસ્તાવ રજુ કરવાથી ગભરાય છે.
- Naren Patel