Charotar Sandesh
ઈન્ડિયા

અમે ચીનને તો શું કોઈ પણ દેશને ભારતીયોની માહિતી નથી આપી : ટિકટોકની સ્પષ્ટતા

ભારત સરકારના પ્રતિબંધ બાદ ટિકટોકની સ્પષ્ટતા…

યૂઝરની ગોપનીયતા અને અખંડિતતા અમારા માટે સૌથી વધારે મહત્વની છે : ટિકટોક

ન્યુ દિલ્હી : મોદી સરકારે દેશમાં ટિકટોક સહિત ૫૯ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે રક્ષા, સુરક્ષા અને પ્રાઇવસીનો ખતરો બતાવતા આ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય બાદ ટિકટોકની તરફથી સ્પષ્ટતા કરાઇ છે. તેણે કહ્યું કે કોઇપણ યુઝરની માહિતી બીજા દેશ અને એટલે સુધી કે ચીનને પણ અપાઇ નથી.

ટિકટોકે લખ્યું કે સરકારના આદેસનું પાલન કરી રહ્યા છે પરંતુ તેમની તરફથી કોઇપણ ભારતીય યુઝરની માહિતી કોઇપણ દેશની સાથે શેર કરાઇ નથી. એટલે સુધી કે ચીન સાથે પણ નહીં.

ટિકટોકની તરફથી કહ્યું છે કે સરકારની તરફથી તેમણે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. ટિકટોક ઇન્ડિયાના હેડ નિખિલ ગાંધીએ કહ્યું કે ભારત સરકારે ૫૯ એપ બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ટિકટોક પણ સામેલ છે.અમે આ આદેશનું પાલન કરવાની પ્રક્રિયામાં છીએ. અમને સરકારના સંબંધિત વિભાગોની તરફથી બોલાવ્યા હતા અને સ્પષ્ટતા કરવાની તક પણ આપી હતી. નિખિલ ગાંધીએ એમ પણ કહ્યું કે અમે યુઝરની પ્રાઇવસી અને ઇંટીગ્રેટીને સૌથી ઉપર રાખીએ છીએ. જો કે સરકારનો દાવો તેનાથી અલગ અને ખૂબ ગંભીર છે.

કેન્દ્ર સરકારે ૨૯ જૂનના રોજ પોતાના નિર્ણયની માહિતી આપતા કહ્યું કે આ એપનો ખોટી રીતે ઉપયોગ થયાની માહિતી અમને મળી રહી હતી. યુઝર્સનો ડેટા ભારતની બહાર બીજા દેશોમાં ટ્રાન્સફર કરાઇ રહ્યો છે. આથી દેશની સુરક્ષા, સંપ્રભુતા, અખંડતા અને લોકોની પ્રાઇવસીને ધ્યાનમાં રાખતા ૫૯ એપ પર પ્રતિબંધ મૂકી દેવાનો નિર્ણય લેવાયો છે.

Related posts

કોરોનાની રેકોર્ડ છલાંગ, દેશમાં ૨.૬૦ લાખથી વધુ નવા કેસ, ૧૪૯૫ના મોત…

Charotar Sandesh

દેશ-વિદેશ : દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૧૩-૧૨-૨૦૨૪, શુક્રવાર

Charotar Sandesh

અદાણી પોર્ટે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કાર્ગોનું હેન્ડલિંગ બંધ કર્યું

Charotar Sandesh