ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાનું મહત્ત્વપૂર્ણ નિવેદન…
વૉશિંગ્ટન,
ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલ ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે ભારતને તેની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ટ્રમ્પ પ્રશાસન ’સખત મહેનત’ કરી રહ્યું છે.
માઇક પોમ્પિયો હાલ હિન્દ-પ્રશાંત ક્ષેત્રની યાત્રા પર છે. આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે, ’’અમારી હિન્દ-પ્રશાંત રણનીતિ સારી રીતે કામ કરી રહી છે, આ ન માત્ર એમના માટે, પરંતુ અમેરિકા માટે પણ લાભકારી સાબિત થશે. અમે આ ગઠબંધનોને બનતા જોયા છે. અમે ભારતની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ માટે અવસર આપવા ભારત સરકાર સાથે સખત મહેનત કરી રહ્યા છીએ.
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફના દરોને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર છે. થોડાક દિવસો પહેલા ભારતે અમેરિકાની સાથે વ્યાપારિક સંબંધોની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવતા ેંજી થી આયાત કરવામાં આવી રહેલી ૨૮ વસ્તુઓ પર ટેરિફ વધારી દીધું હતું. એ સૂચીમાં અખરોટ, બદામ જેવી વસ્તુઓ સામેલ હતી.
ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ માટે અમેરિકાની મહેતન અંગેની પોમ્પિયોની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે કેટલાક સપ્તાહ પહેલા અમેરિકી વ્યાપાર પ્રતિનિધિઓના એક પ્રતિનિધિમંડળે ભારતનો પ્રવાસ કર્યો હતો અને ટેક્સ અને ટૈરિફ જેવા દ્વિપક્ષીય વ્યાપાર મુદ્દાઓ પર ભારત સાથે વાતચીત કરી હતી.
– Nilesh Patel