Charotar Sandesh
ઈન્ડિયા

અયોધ્યાના રામ મંદિરમાં કેવટ અને શબરીની મૂર્તિઓ પણ મુકવી જોઈએઃ સત્યપાલ મલિક

પણજી : ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકે અયોધ્યામાં બનનારા રામ મંદિર અંગે સૂચન આપ્યું છે. તેમણે કહ્યું કે રામ જન્મભૂમિ પર મંદિર બનાવનારા ટ્રસ્ટને મંદિરમાં કેવટ અને શબરીની મૂર્તિઓ પણ સ્થાપના કરવી જોઈએ. આ બન્ને જનજાતીય અને પછાત સમુદાયના હતા. કેવટ અને શબરીએ લંકા જતી વખતે ભગવાન રામ મદદ કરી હતી. એવામાં મંદિરમાં તેમની મૂર્તિઓ સ્થાપિત કરવા માટે પણ સ્થાન આપવું જોઈએ.
મલિકે કહ્યું કે, આખો દેશ ઈચ્છે છે કે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને. લંકા જતી વખતે ભગવાન રામની આદિવાસીઓ અને પછાત જાતીઓના લોકોએ મદદ કરી હતી. તેમની મદદ કરનારાઓને પણ આ મંદિરમાં સ્થાન આપવું જોઈ. હું રાહ જોઈ રહ્યો છું કે, લોકો મંદિરમાં કેવટ અને શબરીની મૂર્તિઓ લગાવવાની માંગ કરે. અત્યાર સુધી કોઈએ આ પ્રકારની માંગ કરી નથી.
મલિકે કહ્યું કે, જે દિવસે ટ્રસ્ટની રચના થશે, હું તેના માટે પત્ર લખીશ. હું અપીલ કરીશ કે ભગવાન રામ સાથે સચ્ચાઈની લડાઈ લડનારાઓની મૂર્તિઓ પણ મંદિરમાં સ્થાપિત થાય. હું આ મુદ્દે વિવાદ થશે તો પણ નહીં ડરું. જ્યાં સુધી મંદિરમાં કેવટ અને શબરીની મૂર્તિ નહીં હોય, ન તો મંદિર પૂર્ણ થશે ન તો ભવ્ય.

Related posts

નેહા કક્કડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ, તમે જોયો કે નહીં?

Charotar Sandesh

ભારતીયોને ઝટકો : યુએઇથી સાઉદી અરબ અને કુવૈત જવા પર પ્રતિબંધ…

Charotar Sandesh

પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી લેવી જાઇએ : શત્રુઘ્ન સિંહા

Charotar Sandesh