અમદાવાદ : છેલ્લા કેટલાક સદીઓથી રામ મંદિર ના નિર્ણયની રાહ જોવાઈ રહી હતી ત્યારે હવે રામ મંદિરમાં લઈ સુપ્રીમ કોર્ટના ૫ જજે અયોધ્યા મામલે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અયોધ્યા મામલે સવારથી જ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત પણે ગોઠવવામાં આવી હતી. જેને લઈ અમદાવાદના શાહપુર દિલ્હી દરવાજા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી. આ ચુકાદો કોઈની હારજીત માટે નથી આવ્યો.
રામમંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિજ રંજન ગોગોઈએ જણાવ્યું કે વિવાદિત જમીન ઉપર રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે અને મસ્જિદ માટે અયોધ્યામાં પાંચ એકર જમીન આપવામાં આવશે જેમાં બાબરી મસ્જિદનું નિર્માણ કરાશે. આ સંપૂર્ણ ચુકાદાને ભારતે કોમી એકતાનો સંદેશ આપી સ્વીકાર્યો છે. સવારથી ઉત્તરપ્રદેશમાં પોલીસની ઘણી ફોર્સ શહેરમાં ફ્લેગમાર્ચ કરી શહેર ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. ત્યારે ગુજરાતમાં પણ પોલીસની ઘણી ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી માહોલ જોવામાં આવી રહ્યું હતું. અમદાવાદના શાહપુર પાસે આવેલ રંગોલી પોલીસ ચોકીથી આગળ સુધી ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. અયોધ્યા મામલે નિર્ણય આવતા પેલા જનતા સાથે પ્રધાનમંત્રી મોદીએ શાંતિની અપીલ કરી હતી.