રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ અયોધ્યા રામ-જન્મભૂમી બાબરી મસુપ્રીમની ૫ સભ્યોની બેન્ચે બંને પક્ષો તરફથી હાજર રહેલા વકીલોને જણાવ્યું કે, “આ મુદ્દે છેલ્લા અનેક વર્ષોથી પડતર છે અને ચાલ્યો આવે છે. તો પછી આપણે મધ્યસ્થતા સમિતિને શા માટે વધુ સમય ન આપવો જાઈએ?”સ્જદ જમીન વિવાદનો સર્વમાન્ય ઉકેલ લાવવા માટે સર્વોચ્ચ અદાલત દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિએ સિલબંધ કવરમાં પોતાનો વચગાળાનો રિપોર્ટ સોંપી દીધો છે. આ ઘટના સાથે સંકળાયેલા સુત્રએ જણાવ્યું કે, ૬ મેના રોજ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને સિલબંધ કવરમાં રિપોર્ટ સોંપી દેવાયો હતો.આ કેસની સુનાવણી દરમિયાન મધ્યસ્થથા સમિતિ દ્વારા વિવાદનું યોગ્ય અને સચોટ સમાધાન મેળવવા માટે ૧૫ ઓગસ્ટ સુધીના સમયની માગણી કરવામાં આવી હતી. જેને સર્વોચ્ચ અદાલતે માન્ય રાખીને મધ્યસ્થતા સમિતિને ૧૫ ઓગસ્ટ, ૨૦૧૯ સુધીનો સમય લંબાવી આપ્યો છે. સાથે જ આ વિવાદ સાથે સંકળાયેલા તમામ પક્ષોને તેમને જે કોઈ વાંધા હોય તે ૩૦ જૂન સુધીમાં આ સમિતિ સમક્ષ રજૂ કરી દેવા જણાવ્યું છે.