Charotar Sandesh
ઈન્ડિયા

અર્થવ્યવસ્થાને વેગ આપવા મનમોહન સિંહે મોદી સરકારને આપ્યા ૩ સૂચનો…

ન્યુ દિલ્હી : કોરોના વાયરસ મહામારીએ દેશની અર્થવ્યવસ્થાને સંપૂર્ણ રીતે પ્રભાવિત કરી છે. મહામારી શરૂ થયા પહેલાંથી જ દેશને અનેક સેક્ટર જેમકે ઓટો, ટેલીકોમ અને એનબીએફસીએફમાં મુશ્કેલી પડી રહી હતી. હવે કોરોનાના કારણે આ સમસ્યામાં વધારો થઈ રહ્યો છે.સામાન્ય જનતાને રોજગાર અને આર્થિક ક્ષમતાને પ્રભાવિત કરવાનું મુશ્કેલ બન્યું છે. સરકારે અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે બજારમાં રૂપિયા રોક્યા છે અને અનેક ઉદ્યોગોને આર્થિક સહાયતા પણ મળી છે. પરંતુ પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહનું કહેવું છે કે સરકારને આવનારા કેટલાક વર્ષો સુધી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે મોટા અને ખાસ પગલાં લેવા પડશે.

૧. સરકારે સૌ પહેલું કામ એ કરવું જોઈએ કે તેઓ નક્કી કરે કે લોકોની આજીવિકા સુરક્ષિત રહે અને તેમને પ્રત્યક્ષ રીતે આર્થિક મદદ આપીને તેમના ખર્ચને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે.
૨. અન્ય સૂચનમાં તેઓએ કહ્યું કે સરકારે સરકારી ક્રેડિટ ગેરેંટીના કાર્યક્રમોની મદદથી વેપાર અને ઉદ્યોગને પૂરતી રકમ આપવી જોઈએ.
૩. નાણાંકીય સેક્ટરમાં સંસ્થાગત સ્વાયત્તતા અને પ્રક્રિયાઓની મદદથી સુધારો લાવવાનો રહેશે. મનમોહન સિંહે કહ્યું કે તેઓ આને ઈકોનોમિક ડિપ્રેશન નહીં ગણાવે. પરંતુ દેશમાં એક લાંબા સમયથી એક આર્થિક સંકટ આવવાનું પહેલાંથી જ નક્કી હતું. ભારતીય રિઝર્વ બેંકે પણ કહ્યું છે કે કોરોનાના કારણે ઘરેલૂ અર્થવ્યવસ્થાની હાલત વધારે ખરાબ થઈ શકે છે

ગયા ગુરુવારે મોનેટરી પોલીસીની પણ જાહેરાત થઈ અને ગર્વનર શક્તિકાંત દાસે શંકા જણાવી હતી કે કોરોના મહામારીના સંક્રમણને લાંબા સમય સુધી ખેંચવાથી ઘરેલૂ અર્થવ્યવસ્થાની સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. તેઓએ કહ્યું કે મહામારી પર પહેલાંથી કાબૂ મેળવી લેવાયો હોત તો તેની અર્થવ્યવસ્થા પર અનુકૂળ અસર પડતી. તેને વધારે ખેંચવાથી, ચોમાસું સામાન્ય રહેવાના અનુમાનને ધ્યાનમાં રાખીએ તો વૈશ્વિક નાણાંકીય બજારમાં મોટા અને ખરાબ પ્રભાવના સંકેત મળી રહ્યા છે.

Related posts

કુટુંબમાં મને કોઇ સ્ટાર ગણતું નથી : સોનાક્ષી સિંહ

Charotar Sandesh

કોરોના સંકટ વચ્ચે અયોધ્યામાં ૧૦મી જૂનથી શરૂ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય…

Charotar Sandesh

ગૂગલ પર ભીખારી લખતાં જ પાક.વડાપ્રધાન ઇમરાન ખાનનો ફોટો આવે છે…!!

Charotar Sandesh