આણંદ : આંકલાવ તાલુકા અને શહેર કોંગ્રેસ પરિવાર ધ્વારા ખેડૂતોના હિત અને રક્ષણ માટે ખેડૂતોના સમર્થનમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ તથા ખેડૂત વિરોધી બિલ સામે વિરોધ પ્રદર્શન અને કોરોના કાળમાં સ્કૂલ-કોલેજો બંધ હોવાથી પ્રથમ સત્રની સંપૂર્ણ ફી માફીની માંગ સાથે રેલી- ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું.
આ પ્રસંગે તાલુકા કોગ્રેસના પ્રમુખ મહેન્દ્રભાઇ પઢિયાર, જીલ્લા પંચાયત પૂ. કા.અધ્યક્ષ પ્રતાપસિંહ સોલંકી, નગરપાલિકાના પ્રમુખ શંભુભાઇ પટેલ, ન.પા. સભ્યો, કોગ્રેસના કાર્યકરો સહીત આગેવાનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
- Jignesh Patel, Anand