Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇપીએલ રદ્દ થશે તો બીસીસીઆઇને ૧૦ હજાર કરોડનું નુકસાન…!!

મુંબઇ : મહામારી જાહેર થયેલા કોરોના વાયરસના પ્રકોપને જોતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. જેમાં પહેલા નિર્ણય હતો ભારત અને સાઉથ આફ્રિકા સામે ત્રણ વન-ડે મેચોની સીરિઝની બાકીની બે મેચને રદ કરી દેવાનો અને બીજો ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનને ૧૫ એપ્રિલ સુધી પાછળ ખસેડવાનો.
IPL ટીમોના માલિક આશા કરી રહ્યા છે કે જો ટૂર્નામેન્ટ ૧૫ એપ્રિલથી શરૂ થાય છે તો જે રાજ્યની સરકારોએ મેચો માટે પરવાનગી આપવાથી ઈનકાર કર્યો છે, તે સ્થિતિ સુધરવા પર તેમને લીલી ઝંડી આપી દે. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું, રાજ્ય સરકાર જરૂરી ભાગ છે કારણ કે તે સુરક્ષા અપાવે છે. જો દિલ્હી, બેંગલુરુ અને મહારાષ્ટ્ર મેચોની મેજબાની વિરુદ્ધ નિર્ણય લે છે તો કેટલાક તટસ્થ સ્થળ તૈયાર કરાશે.

જો મેચ દર્શકો વિના કરાય છે અને ખેલાડીઓને સાર્વજનિક કાર્યક્રમો પર પ્રતિબંધથી ફ્રેન્ચાઈઝીને સ્પોન્સરશિપની રકમ અને ગેટથી મળનારી રકમનું નુકસાન થશે. સ્ટાર સ્પોટ્‌ર્સે પ્રસારણ અધિકાર માટે પાંચ વર્ષ માટે ૧૬,૩૪૭ કરોડ રૂપિયા (દરવર્ષે ૫૫૦૦ કરોડ રૂપિયા) આપ્યા હતા અને જો IPL દિવસોની સંખ્યા ઓછી થાય છે તો બીસીસીઆઈએ પણ તેના પર વિચાર કરવો પડશે. એક અંદાજ મુજબ IPL રદ થવાની સ્થિતિમાં બીસીસીઆઈને લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, ફ્રેન્ચાઈજીને મેજબાનને ૫૦ લાખ રૂપિયા આપવાના હતા, જે પહેલાના ૩૦ લાખ રૂપિયાથી વધારે હતા. નિશ્ચિત રૂપે જો તેઓ આટલી રકમ જમા નહીં કરી શકે તો તેના પર ફરીથી ચર્ચા કરવા ઈચ્છશે.

Related posts

T20 World Cup : ઇગ્લેંડે શ્રીલંકાને ૪ વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં બનાવી જગ્યા

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરની ક્રિકેટ ટીમ વડોદરામાં આવી પહોંચી, ૧૦ દિવસ પ્રૅક્ટિસ કરશે…

Charotar Sandesh

રણજી ટ્રોફી : ગુજરાત-સૌરાષ્ટ્ર વચ્ચે ૨૯મીએ રાજકોટ ખાતે સેમિફાઇનલ

Charotar Sandesh