Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇપીએલ-૨૦૨૧ઃ સીએસકેના કેપ્ટન ધોની પર સ્લો ઓવર રેટને લીધે લાગ્યો ૧૨ લાખનો દંડ…

ન્યુ દિલ્હી : આઇપીએલ ૧૪ની બીજી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ૭ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ મેચમાં કંઇ પણ સારું રહ્યું નહોતું. બેટિંગ કરવા ઉતરેલ ધોની ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદ હારનો સામનો કર્યા બાદ ધોનીને વધુ એક ઝટકો લાગ્યો છે. સીએસકેના કેપ્ટન પર સ્લો ઓવર રેટને લીધે ૧૨ લાખનું દંડ ફટકારવામાં આવ્યું છે.
ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ નક્કી સમયની અંદર ૨૦ ઓવર નાંખી શકી નહીં. જેના કારણે ધોની પર આ દંડ લાગ્યો છે. આઇપીએલ ૨૦૨૧માં સીએસકે પ્રથમ ટીમ છે, જેની પર આ દંડ લાગ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆતને જોતાં ધોનીને માત્ર દંડ ફટકારીને છોડી દીધો છે. ચેન્નઇની ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાન પર ૧૮૮ રન કર્યા હતા. જેમાં સુરેના રૈનાએ ૫૪ અને સેમ કરણે ૩૪ રનનું યોગદાન આપ્યું હતું.
૧૮૯ રનના લક્ષ્યાંકની પીછો કરતાં દિલ્હી કેપિટલ્સની ટીમને ધવન અને શોએ સારી શરૂઆત અપાવી હતી. બન્નેએ પાવરપ્લેમાં ૬૫ રન કર્યા હતા. શોએ ૨૭ બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી, જ્યારે દિલ્હીએ ૧૦.૧ ઓવરમાં ૧૦૦ રન પૂરા કર્યા હતા. શોએ ૭૨ રનની શાનદાર પારી રમી હતી. જ્યારે કેપ્ટન પંતે ૧૨ બોલમાં ૧૫ રન કરી ટીમને જીત અપાવી હતી.

Related posts

ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને હોસ્પિટલમાંથી અપાઈ રજા…

Charotar Sandesh

દિલ્હી કેપિટલ્સ ટીમના આસિટન્ટ ફિઝિયોથેરાપિસ્ટનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટીવ…

Charotar Sandesh

યુવરાજ સિંહ અને ધોનીને ૨૦૧૩માં દોડવું વધુ પસંદ ન હતુંઃ રોહિત શર્મા

Charotar Sandesh