Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા ટિપ્સ અને કરામત ટ્રેન્ડીંગ

આકરી ગરમીમાં ગાડીમાં પડેલી હેન્ડ સેનેટાઈઝરની બોટલમાં બ્લાસ્ટ થઈ શકે…? જાણો…

ગાડીમાં પડેલી હેન્ડ સેનેટાઈઝર આકરી ગરમી અને સૂર્યનો તડકો સીધો તેના પર આવે તો બ્લાસ્ટ થઈ શકે છે, અને તેનાથી કારને પણ નુકસાન થઈ શકે છે…

નવી દિલ્હી : હેલ્થ એક્સપર્ટ્સ આપણને છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાથી સુરક્ષિત રહેવા હેન્ડ સેનેટાઈઝર વાપરવાની સલાહ આપી રહ્યા છે. હવે તો લોકો બહાર નીકળે ત્યારે પણ હેન્ડસેનેટાઈઝર સાથે જ રાખતા હોય છે. જો કે, વાયરસ સામે પ્રોટેક્શન આપતા સેનેટાઈઝરમાં એક જોખમ પણ રહેલું છે. તે સૂર્યના તડકામાં સીધા સંપર્કમાં આવે તો તેમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે. અમેરિકાના વિસ્કોન્સિસમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ગાડીમાં પડેલી હેન્ડ સેનેટાઈઝરની બોટલમાં ધડાકો થયો હતો.

એક્સપર્ટ્સનું માનીએ તો, ગાડીમાં પડેલી હેન્ડ સેનેટાઈઝર આકરી ગરમી અને સૂર્યનો તડકો સીધો તેના પર આવે તો બ્લાસ્ટ થઈ શકે છે. અને તેનાથી કારને પણ નુકસાન થઈ શકે છે.

વેર્સ્ટન લેક્સ ફાયર ડિસ્ટ્રિક્ટના જણાવ્યા અનુસાર, આકરી ગરમીમાં સેનેટાઈઝરની બોટલ ગાડીમાં રાખવી જોખમી છે. તેમાંય જો કારમાં તમે સ્મોકિંગ કરતા હો તો તેમાં બ્લાસ્ટ થવાનું જોખમ ઓર વધી જાય છે. મોટાભાગના હેન્ડ સેનેટાઈઝર્સમાં ૬૦-૭૦ ટકા આલ્કોહોલ હોય છે, જેના કારણે તે અત્યંત જ્વલંતશીલ બની જાય છે. અત્યંત ગરમીમાં સેનેટાઈઝરની બોટલમાં બહાર નીકળતો ગેસ જો તેને બહાર નીકળવાની સ્પેસ ના મળે તો બ્લાસ્ટ થઈ શકે છે. જો કે, એક્સપર્ટ્સ લોકો આ થિયરી  સાથે સહમત નથી થતા. તેમનું કહેવું છે કે ૩૦૦ ફેરનહીટથી વધુ ગરમી હોય તો જ સેનેટાઈઝરમાં બ્લાસ્ટ થઈ શકે. ગાડી જો તડકામાં પડી હોય તો પણ તેમાં ગરમી ૧૬૦ ફેરનહીટથી વધવાની કોઈ શક્યતા નથી.

Related posts

મોંઘવારીના વિરોધમાં રાહુલ ગાંધીની સંસદ સુધી સાઇકલ માર્ચ : ૧૪ વિપક્ષી પાર્ટીઓ સામેલ થઇ

Charotar Sandesh

બંગાળમાં ’દીદી’ અને ટીએમસીની મનમાની ચાલવા દઇશું નહી : પીએમ મોદી

Charotar Sandesh

કેન્દ્રએ ખેડૂતોનાં ખાતાંમાં ૪૯,૯૬૫ કરોડ સીધા ટ્રાન્સફર કર્યા…

Charotar Sandesh