Charotar Sandesh
સ્પોર્ટ્સ

આગામી આઇપીએલમાં બદલાશે નિયમો : પ્લેઇંગ ઇવેલનમાં ફેરાર થશે…

મુંબઇ : આઇપીએલ ૨૦૨૦ની ૧૩ સીઝન થોડા સમય પહેલા જ પૂર્ણ થઇ ચુકી છે. આ વખતે કોરોના મહામારીના કારણે આ મેચ યૂએઇમાં યોજાઇ હતી. જેમાં મુંબઈ ઇન્ડિયંસે શાનદાર વિજય મેળવી ટ્રોફી પોતાને નામ કરી લીધી છે. મુંબઈ ઇન્ડિયંસે આ પાંચમી વખત વિજય મેળવ્યો છે.
દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ ફાઇનલ મેચમાં મુંબઇ ઇન્ડિયંસે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટથી હરાવ્યુ હતુ. આઇપીએલ ૨૦૨૦ની ૧૩ સીઝન પૂરી થતાની સાથે જ હવે બધુજ ફોકસ આગામી આઇપીએલ પર રહેશે. બીસીસીઆઇ અને આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ હવે મેચમાં મોટા ફેરફાર કરવા અંગે વિચારી રહ્યુ છે. નવી ટીમોને શામેલ કરવાથી લઇને ભવ્ય બોલી લગાવવાનો કાર્યક્રમ યોજવો જેવા નિયમોમાં ધરખમ ફેરફાર કરવા માગે છે.
આઇપીએલનું બીજુ નામ ભવ્યતા જો કે આ વખતે કોરોનાના કારણે આ તમામ વસ્તુઓ પર નિયંત્રણ આવી ગયુ હતુ આથી હવે આગામી મેચમાં ફરી એ જ રીતે ભવ્ય આયોજન થાય તેવી તમામ ફ્રેન્ચાઇઝીની ઇચ્છા છે. આઇપીએલની કેટલીક ફ્રેન્ચાઇઝી પ્લેઇંગ ઇલેવનમાં ૪ની જગ્યાએ ૫ વિદેશી ખેલાડીઓ લાવવાના પક્ષમાં છે. આઇપીએલ ૨૦૨૦ની ૧૩ સીઝનમાં પ્લેઇંગ ઇલેવનમાં ૪ વિદેશી ખેલાડી રાખવાનો નિયમ છે.
બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ આ વાતની પુષ્ટી કરી સ્પષ્ટ સંકેત આપી દીધા છે. આગામી દિવસોમાં આ અંગે ફરી એકવાર વિચાર કરવામાં આવશે. બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યુ કે કેટલીક ફ્રેન્ચાઇઝી સતત આગ્રહ કરી રહી છે કે પ્લેઇંગ ઇલેવનમાં ૪ની જગ્યાએ ૫ વિદેશી ખેલાડીઓ રાખવામાં આવે જો કે આ અંગે બીસીસીઆઇનો અભિપ્રાય આવવાનો હજુ બાકી છે. જો કે એ વાત તો નક્કી છે કે કેટલાક નિયમોમાં જરૂરથી ફેરફાર કરવામાં આવશે.
રીપોર્ટ અનુસાર પ્લેઇંગ ફોર્મેટમાં આગામી સીઝનમાં ૯-૧૦ ટીમ હોય શકે છે. આ પહેલા દરેક આઇપીએલમાં ૮ ટીમો જ હોય છે. આથી ફોર્મેટમાં જરૂરથી ફેરફાર કરવામાં આવશે. આઇપીએલમાંથી રોબિન રાઉન્ડ હટી જાય તેવી શક્યતા છે. આ સિવાય ટીમોને ગ્રુપમાં વિભાજીત કરવામાં આવશે.

Related posts

ઈરફાન પઠાણ અને હરભજન સિંહ તમિલ સિનેમાથી ફિલ્મોમાં ડેબ્યુ કરશે…

Charotar Sandesh

દિવસ-રાતની ટેસ્ટમાં ઝાકળની સમસ્યા નડી શકે : તેંદુલકર

Charotar Sandesh

ઈંસ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ બનાવનાર પહેલો ભારતીય બન્યો કોહલી…

Charotar Sandesh