Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત ટ્રેન્ડીંગ

આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : સ્કૂલ-કોલેજ બંધ…

ગુજરાતની સાથે સાથે મુંબઈમાં પણ બે દિવસ વરસાદની આગાહી…

નોર્થ કોંકણ વિસ્તાર સહિત નવી મુંબઈ અને મુંબઈમાં સતત ભારે વરસાદ : પાલઘરમાં 4-6 કલાકથી સતત વરસાદ…

મુંબઈ : હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે ગુજરાતની સાથે સાથે મુંબઈમાં પણ બે દિવસ વરસાદની આગાહી છે.  હવામાન વિભાગ મુજબ મહારાષ્ટ્રનાં નોર્થ કોંકણ વિસ્તાર સહિત નવી મુંબઈ અને મુંબઈમાં સતત ભારે વરસાદનાં સમાચાર સામે આવી રહ્યા છે.ઉપરાંત પાલઘરમાં 4-6 કલાકથી સતત વરસાદપડી રહ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. જેના પગલે સ્કૂલ-કોલેજમાં રજા આપી દેવામાં આવી છે. મુંબઈ પોલીસે ટ્વીટ કરી લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. મુંબઈ પોલીસે ટ્વીટ કરી કહ્યુ કે, કોઇપણ પ્રકારની ઇમરજન્સીની પરિસ્થિતિમાં 100 નંબર ડાયલ કરી તે મદદ માંગી શકે છે.

Related posts

ચીનને ઝટકો આપીને ભારત આવવાની તૈયારીમાં અમેરિકાની 200 મોટી કંપનીઓ

Charotar Sandesh

મુકેશ અંબાણી અને મોદી વચ્ચેના સંબંધો બગડ્યા…? અંબાણી પરિવાર આઇટીના રડારમાં….?

Charotar Sandesh

દેશમાં સંક્રમિતોનો આંક ૬૦ લાખની નજીક, ૪૯ લાખથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી…

Charotar Sandesh