Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આજે આણંદ શહેર સહિત બોરસદ-ખંભાત-તારાપુર-ઉમરેઠમાં વધુ ૧૧ કેસો નોંધાયા…

  • એકાએક કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળાનું મુખ્ય કારણ હવે લોકોમાં કોરોનાનો શરુઆતના સમય જેવો ડર રહ્યો નથી…
  • આ સ્થિતિને ડામવા સત્વરે નિર્ણાયક પગલાં ભરવામાં નહીં આવે તો શહેરો ઉપરાંત ગ્રામ્ય સ્તરે કોરોનાનો સકંજો વધુને વધુ ભીંસાતો જશેની ભીતિ અસ્થાને નથી…

આણંદ : જિલ્લામાં અનલોક જાહેર કરાયા બાદ અપાયેલ વધુ છૂટછાટના પગલે કોરોનાએ ઘર કર્યું હોય તેમ તેનો કહેર આણંદ શહેર સહિત જિલ્લામાં પ્રસરી રહ્યો છે. એકાએક કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળાનું મુખ્ય કારણ હવે લોકોમાં કોરોનાનો શરુઆતના સમય જેવો ડર રહ્યો નથી. આ સ્થિતિને ડામવા સત્વરે નિર્ણાયક પગલાં ભરવામાં નહીં આવે તો શહેરો ઉપરાંત ગ્રામ્ય સ્તરે કોરોનાનો સકંજો વધુને વધુ ભીંસાતો જશેની ભીતિ અસ્થાને નથી. આથી પોલીસ અને વહીવટીતંત્રએ કડક હાથે કાર્યવાહી કરવી એ જ વિકલ્પ કોરોનાને કંટ્રોલમાં લેવામાં કારગત બનશે.

જિલ્લામાં અત્યાર સુધી કુલ પોઝીટીવ કેસોની સંખ્યા ૩૧૬ થવા પામી છે, જેમાંથી ૨૩૨ લોકો સ્વસ્થ થતાં રજા અપાઈ છે…

આજે રવિવારના રોજ આણંદ શહેર સહિત બોરસદ-ખંભાત-તારાપુર-ઉમરેઠમાં વધુ ૧૧ કેસો નોંધાયેલ છે, જેમાં (૧) ધોબી દર્શનાબેન હેમંતકુમાર, ઉ.વ. ૨૮, ધોબી ફળીયું, તારાપુર (ર) વાલ્મીક જ્યોત્સનાબેન રાજેન્દ્રભાઈ, ઉ.વ. ૩૦, મોટો વાલ્મીક વાસ, તારાપુર (૩) અમીતભાઈ ભરતભાઈ શાહ, ઉ.વ. ૩૯, દેસાઈ કોમ્પલેક્ષ, આણંદ (૪) સોનલબેન અજયભાઈ વાઘરી, ઉ.વ. ૨૨, પાંડવ, ખંભાત (પ) સફી મો.સદરુદ્દીન મલેક, ઉ.વ.૮૦, ભોભા ફળીયું, બોરસદ (૬) અસ્ફાકઅહેમદ મહેમુદમીયા મીસરવાલા, ઉ.વ. ૬૪, ઉપલી ધાર, ખંભાત (૭) યશવંતભાઈ પટેલ, ઉ.વ. ૫૩, આણંદ એપાર્ટમેન્ટ, વ્યાયામશાળા રોડ, આણંદ (૮) રમેશભાઈ મણીભાઈ પટેલ, ઉ.વ. ૭૯, શ્રીજી નગર સોસા. બોરસદ (૯) અહેમદમીયા મતબદમીયા મલેક, ઉ.વ. ૯૫, ભાલેજ સીમ વિસ્તાર, દાગજીપુરા રોડ, તા.ઉમરેઠ (૧૦) મુજમીલીહુસેન મજબુલહુસેન મલેક, ઉ.વ. ૨૫, અકબરપુર, ખંભાત (૧૧) શૈલેશકુમાર સોલંકી, ઉ.વ. ૪૩, નિલકંઠ સોસાયટી, સુંદર રોડ, રંગાઈપુરા, આણંદ સહિત ૧૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આથી તેઓને સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં મોકલાયા છે. જો કે આણંદમાં તેઓના ઘર અને આસપાસના વિસ્તારને સેનેટાઇઝ સહિતની કામગીરી કરવામાં આવ્યાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

Related posts

આણંદ લાયન્સ ક્લબ હોલ ખાતે વ્યસનમુક્તિ અભિયાન અર્થે માં શકુન્તલા અકાદમી એવોર્ડ ૨૦૨૨ યોજાશે

Charotar Sandesh

વાહનચાલકો આનંદો… પીયુસી કઢાવવા ૧૫ દિવસની મુદત વધારાઈ…

Charotar Sandesh

વડતાલધામમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હર્ષોલ્લાસ સાથે સંપન્ન…

Charotar Sandesh