૪ બેઠક પર સ્થાનિક અને ૪ જિલ્લા હેડક્વાર્ટરે મતગણતરી થશે…
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે ૩ નવેમ્બરે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. તમામ ૮ બેઠક પર કુલ સરેરાશ ૫૮ મતદાન થયું હતું. ત્યારે હવે મત ગણતરીની તૈયારીઓ ચૂંટણી પંચે શરૂ કરી છે અને મત ગણતરીના સ્થળોની જાહેરાત કરી છે. જેમાં જે આઠ બેઠકોની પેટાચૂંટણી થઈ છે તે પૈકીની ૪ જગ્યાએ સ્થાનિક કક્ષાએ અને ૪ સ્થળોએ જિલ્લા કક્ષાએ મતગણતરી થશે. જેમાં મોરબી પણ સામેલ છે. ૩જીએ યોજાયેલી ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર ૭૪.૭૧ ટકા અને સૌથી ઓછું ધારી બેઠક પર ૪૫.૭૪ ટકા મતદાન થયું હતું.
૩જી નવેમ્બરે યોજાયેલી ચૂંટણી બાદ ૧૦ નવેમ્બરે મતગણતરી યોજાવા જઈ રહી છે. ત્યારે તેની તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. ચાર બેઠક પર સ્થાનિક કક્ષાએ તેમજ ચાર બેઠક પર જિલ્લા હેડક્વાર્ટર ખાતે મતગણતરી યોજાશે. જ્યારે પેટાચૂંટણી યોજાઈ તેવી મોરબી અને ડાંગ બેઠક પણ જિલ્લા હેડક્વાર્ટર છે એટલે તેના સહિત અબડાસા, લીંબડી, ગઢડા અને ધારીમાં પણ સ્થાનિક કક્ષાએ મતગણતરી થશે. જેને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
- બેઠક મત ગણતરી
અબડાસા ગર્વન્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભુજ
લીંબડી એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર
મોરબી ગર્વન્મેન્ટ પોલિટેક્નિક કોલેજ મોરબી
ધારી શ્રી યોગીજી મહારાજ મહિલા કોલેજ, ધારી
ગઢડા ભક્તરાજ દાદા ખાચર કોલેજ,ગઢડા
કરજણ પોલિટેક્નિક કોલેજ શાસ્ત્રીબ્રિજ પાસે સયાજીગંજ, વડોદરા
ડાંગ ગર્વન્મેન્ટ સાયન્સ કોલેજ આહવા
કપરાડા ગર્વન્મેન્ટ આટ્ર્સ કોલેજ કપરાડા